કેંદ્રીય ગૃહમંત્રી તરફથી કોર ટીમમાં વર્ષોથી કામ કરી રહેલા હિતેશ બારોટને અચાનક સક્રિય રાજકારણમાં સામેલ કરતાં ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો દૌર ચાલી રહ્યો છે. હિતેશ બારોટના મેયર બનાવવા માટે થલતેજ કોર્પોરેટને ટિકીટ આપી દીધી છે. તમને જણાવી દઇએ કે અમિત શાહના ખાસ નજીકના હિતેશ બારોટ હાલમાં એડીસી (અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક અને જીએસસી (ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંક)ના ડાયરેક્ટર છે.
હિતેશ બારોટને અચાનક થલતેજ વોર્ડમાંથી નગરપાલિકાની ટિકીટ આપવામાં આવી છે, જે કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ માટે આશ્વર્ય વિષય છે. કારણ કે હિતેશ બારોટ ઘણા વર્ષોથી સહકારી બેંકો અને કૃષિ બજાર સમિતિ જેવી સંસ્થાઓમાં સક્રિય છે. એક્ટિવ પોલિટિક્સમાં આ પહેલાં ક્યારે એન્ટ્રી થઇ નથી. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી જીત્યા પછી તેમને મેયર પદ માટે પસંદ કરવામાં આવશે.
લગભગ બે વર્ષ પહેલાં અમિત શાહના જન્મદિવસના અવસર પર હિતેશ બારોટે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. આ એડિટેડ ફોટોમાં પીમ મોદીને અર્જુન અને અમિત શાહને તેમના સારથી એટલે કે શ્રીકૃષ્ણના રૂપમાં દર્શાવવામાં આવ્યો હતો. આ ફોટાને લઇને ખૂબ વિવાદ થયો હતો.