Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતના પોલીસ વિભાગમાં આટલી ભરતી થશે, વિધાનસભામાં હર્ષ સંઘવીની જાહેરાત

harsh sanghav
, મંગળવાર, 21 માર્ચ 2023 (18:37 IST)
ગુજરાતના યુવાનો જે સરકારી નોકરીની તૈયારી કરે છે એમાં પણ ખાસ કરીને પોલીસ ખાતામાં નોકરી મેળવા ઈચ્છે છે તેમના માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રીએ નવી પોલીસ ભરતી બાબતે મોટી જાણકારી આપી હતી.

તેમણે ગૃહમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેની પ્રેક્ટીકલ પરીક્ષાનું આયોજન ઉનાળો પૂર્ણ થયા બાદ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 9 વર્ષમાં 60 હજાર પોલીસ કર્મચારીઓની ભરતી કરી છે. આ પૂર્વે પોલીસના મહેકમમાં સતત નોંધપાત્ર ઘટાડો જ રહેતો હતો. પરંતુ છેલ્લા 9 વર્ષથી ભરતીની પ્રક્રિયા સારી થઈ હોવાથી મહેકમમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લગ્નના 6 વર્ષે ખબર પડી કે પત્ની સગી બહેન! આ વ્યક્તિએ તેની અસલી બહેન સાથે કર્યા લગ્ન, બે બાળકોને જન્મ આપ્યો, 6 વર્ષ પછી સામે આવ્યું વિચિત્ર સત્ય