Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શિક્ષકોની મોટા પાયા પર થશે ભરતી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે વય મર્યાદામાં એક વર્ષની છૂટ

શિક્ષકોની મોટા પાયા પર થશે ભરતી,  સ્પર્ધાત્મક પરીક્ષા માટે વય મર્યાદામાં એક વર્ષની છૂટ
, સોમવાર, 18 ઑક્ટોબર 2021 (17:17 IST)
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે તમામ પ્રધાનોને એક ખાસ સુચના સાથેનો 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી, તેને ધ્યાનમાં રાખીને આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાયી હતી, જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જે અંગે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સ્પર્ધાત્મક પરીક્ષા મામલે મોટો નિર્ણય લેતા સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદા વધારી છે.કોરોનાના પરીક્ષાઓ પાછી ઠેલાઇ હતી. જેથી પરીક્ષાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સ્પર્ધાત્મક પરીક્ષા માટે વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવશે
 
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે કોરોનાની સ્થિતિમાં અનેક પરીક્ષાઓ , ભરતી માટે તકલીફો એ ખાસ કરીને રાજ્યના યુવાનોએ વેઠી છે, સહન કરી છે. એમાંથી એમને બહાર કાઢવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાઇ રહી છે, એમાં એક વર્ષની છૂટછાટ આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે, એક વર્ષની ભરતીમાં, જે કોમ્પિટિવ એક્ઝામો છે, એના માટે કોરોનાને કારણે કેટલીક પરીક્ષાઓ કેન્સલ થઈ, ન લેવાણી તો કેટલાક યુવાનો એલિઝિબલ ન થતા હોય, એના કારણે એક્ઝામમાં બેસી ન શકે. એમના માટે એક વર્ષની વયમર્દામાં છૂટ આપવામાં આવી છે. 1-9-2021થી 31-8-2022 સુધી સરકારની સીધી ભરતીમાં આ નિયમ લાગુ પડશે. 
 
સ્નાતક અને સમકક્ષ ડિગ્રી ધરાવતા ઉમેદવારોની વય મર્યાદા 35 હતી, જે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે હવે 36 વર્ષની વયમર્યાદ રહેશે. સ્નાતકથી નીચેની લાયકાત કક્ષામાં બિન અનામત પુરુષની વય મર્યાદા 33 હતી, જે વધારીને 34 વર્ષ કરવામાં આવી છે. એસ.ટી., એસસી અને ઓબીસી અને આર્થિક રીતે નબળા કેટેગરીમાં પુરુષ ઉમેદવારો, આ કક્ષામાં સ્નાતક માટેની હાલની વય મર્યાદા 40 હતી, જેમાં એક વર્ષનો વધારો કરી 41 કરાઈ છે. આ કક્ષામાં સ્નાતકથી નીચેની કેટેગરી માટે વય મર્યાદા 38 હતી, જેમાં વધારો કરીને 39 કરવામાં આવી છે. 
 
નવી શિક્ષણ નીતિ અમલમાં નહીં આવે ત્યાં સુધી  ટેટની વેલીડિટી વધારવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષા નીતિની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે.  ટેટ પાસ કરેલા ઉમેદવારોને નુકસાન ન જાય તે માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. સરકાર 3 હજાર 300 જેટલી જગ્યાઓ પર ભરતીઓ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખેડૂતોને મોટી રાહત આપવા સબસીડીમાં કર્યો વધારો, ખાતરના વધતાં ભાવને લઈને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાની મોટી જાહેરાત