ગુજરાતના જગ વિખ્યાત સાળંગપુરધામમા સૌથી મોટું ભોજનાલય બનવા જઈ રહ્યુ છે. ચાર ડાઈનિંગ હોલ સાથે ટેબલ ખુરશી પર 4000 ભાવિકો એકસાથે પ્રસાદ લેશે. હાઇટેક કિચનમાં ગૅસ , અગ્નિ અને વીજળી વગર રસોઈ બનશે . આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ માટે લાઈનો લગાવવી નહીં પડે . આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગૅસ , અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે . મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ થશે . હાલ અહીં 160 થી વધુ કારીગરો દિવસના 20-20 કલાક સુધી કામ કરી રહ્યા છે
આમ તો મંદિર પરિસરમાં ભોજનાલય છે પણ તે ત્રીસ વર્ષ જૂનું છે , જેમાં નિઃશુક્લ દાદાનો પ્રસાદ આપવામાં આવે છે . સાળંગપુરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે , જેને લીધે ભોજનાલયમાં પ્રસાદ માટે લાંબી લાઇનો લાગે છે શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે એટલે મંદિરના પૂજારી અને સ્વામી સંગઠન દ્વારા વિશાળ ભોજનાલય બનાવવાનું નક્કી કરાયું હતું . આ નવું ભોજનાલય અંદાજે 35 થી 40 કરોડ રૂપિયાના ખર્ચે બનશે . આગામી દિવાળી પર્વ પહેલાં આ ભોજનાલય શરૂ કરવાની યોજના છે