baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં આજે હવામાન ચોખ્ખું રહેશે, મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ

ગુજરાતમાં આજે હવામાન ચોખ્ખું રહેશે
, શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (14:28 IST)
શિયાળાની ઋતુ હવે લગભગ પૂરી થઈ ગઈ છે અને ઉનાળો ધીમે ધીમે દસ્તક આપી રહ્યો છે. ગુજરાતમાં પણ હવે હવામાન ચોખ્ખું છે અને લોકો તડકામાં ઘરની બહાર નીકળીને હવામાનની મજા માણી રહ્યા છે. ગુરુવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તડકો નિકળ્યો હતો. ગુજરાતમાં ગુરુવારે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હતું જ્યારે રાત્રિ સુધી તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. 
 
અમદાવાદના તાપમાનની વાત કરીએ તો અહીં સવારે 11 વાગ્યે તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં 3 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હ્તો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજની જેમ શુક્રવાર અને શનિવારે પણ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જ્યારે રવિવારે રાજ્યમાં તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આજે સૂર્ય 07:03 વાગ્યે ઉગ્યો અને તે સાંજે 18:40 વાગ્યે આથમશે.
 
છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના સ્થળોએ હવામાન ચોખ્ખું રહ્યું હતું, જ્યારે અમદાવાદ, વડોદરા, સુરત, પોરબંદર અને રાજકોટ જેવા કેટલાક મોટા શહેરો સવારના સમયે વાદળછાયું રહ્યું હતું પરંતુ બાદમાં હવામાન ચોખ્ખું થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ શહેરોમાં સતત તડકો પડી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Russia-Ukraine War: ધમાકાની વચ્ચે બેસમેંટમાં ઘુસ્યા 500 ભારતીય વિદ્યાર્થી,