Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

Webdunia
શનિવાર, 18 મે 2024 (15:51 IST)
The principal who went to survey the Madrasa in Ahmedabad's Daryapur was beaten up by a mob
 આજે સમગ્ર દેશ સહિત ગુજરાતના તમામ મદરેસાઓમાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. વડોદરા શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં 40 જેટલી સ્કૂલોમાં કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદના દરિયાપુરમાં એક સ્કૂલના આચાર્ય સરવે કરવા જતા ટોળાએ તેમના પર હુમલો કર્યો છે. આચાર્ય દરિયાપુરમાં આવેલા સુલતાનના મહોલ્લામાં સરવે કરવા જતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. સુલ્તાન સૈયદની મસ્જીદમાં સરવે કરવા ગયેલા બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયના આચાર્ય સંદીપ પાટીલ નામના શિક્ષકને 10થી વધુ લોકોએ માર માર્યો હતો. ત્યાર બાદ 100 લોકોનું ટોળું ધસી આવ્યું હતું. શિક્ષકે મુલાકાત બાદ ફોટો લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને માથાના ભાગે ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઘટના બાદ અમદાવાદ શહેર DEO અને અન્ય આચાર્ય દરિયાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. 
 
સંવેદનશીલ વિસ્તારોમાં અમારા માણસો આવા કામ નહીં કરે
શિક્ષક સંદીપ પટેલે જણાવ્યું હતું કે, હું સરવેની કામગીરી માટે પહોંચ્યો ત્યારે મસ્જીદ બંધ હોવાથી લોક મારેલાનો હું ફોટો પાડી રહ્યો હતો. ત્યારે 10 લોકોનું ટોળું આવી ગયું હતું. જેમણે મને માર માર્યો હતો. ત્યારબાદ બીજું 100-150નું ટોળુ આવ્યું હતું જેમાં મહિલાઓ પણ હતી. ટોળામાંથી કોઈએ કહ્યું હતું કે, આને ગલીમાં લઈ લો પતાવી દઈએ. હું મને સોંપેલી કામગીરી કરવા ગયો ત્યારે મારા પર હુમલો થયો હતો. જેથી હું ફરિયાદ કરવા દરિયાપુર પોલીસ સ્ટેશન આવ્યો છું. આચાર્ય સંઘના પ્રમુખ રાકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, એક શિક્ષક કે આચાર્ય પ્રજાલક્ષી માહિતી જ્યારે સરકાર મગાવતી હોય તો સરકાર વતી અમે માહિતી લેવા જતા હોઈએ છીએ. પરંતુ સંવેદનશીલ વિસ્તારમાં કોઈપણ જાતના પ્રોટેક્શન વગર ત્યાં મોકલી દેવામાં આવે અને આવી ઘટના અવારનવાર બનતી જાય તો આવા સંવેદનશીલ વિસ્તારોમાં અમારા માણસો આવા કામ નહીં કરે. 
 
કર્મચારીના જીવના જોખમે કોઈ આવી ઘટના બને તે યોગ્ય નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે અમારે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં જ્યાં પણ રજૂઆત કરવી પડશે ત્યાં કરીશું.સરકારમાં ડિફાઈન થયેલા વિસ્તારો છે કે, જે આચારસંહિતાની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો નક્કી થયેલા છે. ત્યારે સરકાર દ્વારા આવી માહિતી એકત્રિકરણ માટે કર્મચારીની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા નહી? કર્મચારીના જીવના જોખમે કોઈ આવી ઘટના બને તે યોગ્ય નથી. કાલ ઉઠીને જો કોઈ કર્મચારી સાથે જાનહાનિ થઈ હોત તો સરકાર આ કામગીરી કરત? સુપ્રીમે ઘણીવાર સરકારને માહિતી આપી છે કે, શિક્ષકોને શિક્ષણની કામગીરી સિવાય દૂર રાખવા. છતાં પણ રાતોરાત સરકાર આવી માહિતી આજે 3 વાગ્યા સુધીમાં મળી જવી જોઈએ તેવી જોહુકમી કરે છે. સરકારના હુકમમાં આવી ગયેલા અમે બધા ગુલામો સરકારની ગુલામી કરવા માટે અમે નીકળી પડીએ છીએ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gautam Adani વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ! શુ હવે થશે ધરપકડ? WhiteHouse બોલ્યુ - ભારતને જોઈ લઈશુ

IND vs AUS: પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ ખરાબ પ્રદર્શન, ભારતે 8 વર્ષ પછી કર્યો કમાલ

IND vs AUS 1st Test Day- ભારતની પહેલી ઇનિંગ 150માં આટોપાઈ

Live Gujarati News - હેવાન બાપ - સગી દિકરી પર દુષ્કર્મ આચરનાર બાપને 20 વર્ષની જેલની સજા

WhatsApp લાવ્યો નવુ ફીચર હવે વાઈસ નોટને બદલી શકશો ટેક્સટમાં જાણો કેવી રીતે કામ કરશે.

આગળનો લેખ
Show comments