Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વડોદરામાં ચરસ અને ગાંજો વેચતા ભાઇ-બહેન સહિત 4ની ઝડપાયા, ભાઇએ IT મેનેજમેન્ટ અને બહેને BBAનો અભ્યાસ કર્યો છે

વડોદરામાં ચરસ અને ગાંજો વેચતા ભાઇ-બહેન સહિત 4ની ઝડપાયા, ભાઇએ IT મેનેજમેન્ટ અને બહેને BBAનો અભ્યાસ કર્યો છે
, મંગળવાર, 16 નવેમ્બર 2021 (20:27 IST)
વડોદરા શહેરમાં ચાલી રહેલા નશીલા પદાર્થોના  નેટવર્કનો પીસીબીએ પર્દાફાશ કર્યો કર્યો છે. પોલીસે ચરસ અને ગાંજો વેચતા શિક્ષિત ભાઇ-બહેન સહિત 4 યુવાનો અને યુવતીની ધરપકડ કરીને વધુ કાર્યવહી હાથ ધરી છે. પોલીસે ભાઇ-બહેનના ઘરેથી અને વેચાણ સ્થળેથી રૂપિયા 1.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
 
પીસીબીના પી.આઇ. જે.જે. પટેલને માહિતી મળી હતી કે, ગોત્રી વિસ્તારમાં આવિષ્કાર કોમ્પ્લેક્ષના બેઝમેન્ટના પાર્કિંગમાંથી એક યુવાન અને યુવતી ચરસ અને ગાંજાનું વેચાણ કરે છે. જેના આધારે પીસીબીની ટીમે દરોડો પાડી ચરસ અને ગાંજાનું વેચાણ કરનાર શાકીબ સઇદ મુન્શી(ઉ.21), રહે. સી-9, બી-13, શકીલા પાર્ક, સોસાયટી, બેસીલ સ્કૂલ સામે. તાંદલજા, વડોદરા) અને તેની બહેન મુહસીના સઇદ મુન્શી (ઉં.24)(રહે, શકીલા પાર્ક, તાંદલજા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આવિષ્કાર કોમ્પ્લેક્ષના બેઝમેન્ટના પાર્કિંગમાંથી તેમજ તેઓના ઘરમાંથી ચરસ અને ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો.
webdunia
પોલીસે શાકીબ અને મુહસીનાની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, માંજલપુર વિસ્તારમાં 207, લાભ રેસિડેન્સીમાં એ ટાવરમાં રહેતા મીત ધર્મેન્દ્રભાઇ ઠક્કર (ઉં.23) અને પાણીગેટ રોડ 37, મહાદેવનગર સોસાયટીમાં રહેતા નુપુર રાજેશભાઇ સહગલ (ઉં.25) અમારી પાસેથી ચરસ અને ગાંજો લઇ જઇને વેચતા હોવાનું જણાવતા પોલસે તેઓની પણ ધરપકડ કરી હતી. 
 
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, શાકીબ મુન્શીએ વિદ્યાનગરમાંથી આઇ.ટી. મેનેજમેન્ટનો અભ્યાસ, તેની બહેન મુહસીના મુન્શી વિદ્યાનગરમાં બી.બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે. જ્યારે મીત ઠક્કરે ડિપ્લોમા ઇન કમ્પ્યુટર સાયન્સ કરેલું છે. અને ગોત્રી કોલાબેરામાં નોકરી કરે છે. જ્યારે નુપુર સહગલે માસ્ટર ઇન પબ્લિક હેલ્થ સુધીનો અભ્યાસ કર્યો છે. અને તે પણ ગોત્રી કોલાબેરામાં નોકરી કરે છે. મીત અને નુપુર તેના ફ્રેન્ડ સર્કલમાં ચરસ અને ગાંજો વેચતા હતા. 
webdunia
પોલીસ તપાસમાં શાકીબ અને મુહસીનાની માતા ઝરીનાબાનું આણંદ જિલ્લાના ચકલાસી ખાતે રહેતા દીલીપકાકા નામના વ્યક્તિ પાસેથી ચરસ અને ગાંજો લાવતા હતા. અને વેચાણ કરતા હતા. દિલીપ કાકા મધ્યપ્રદેશથી ચરસ અને ગાંજાનો જથ્થો લાવતા હતા. ઝરીનાબાનુ દિલીપ કાકા પાસેથી ચરસ ગાંજો લાવતા હતા. તેઓ ઘરે બેસીને વેચતા હતા. જ્યારે તેમના બે સંતાનો શાકીબ અને મુહસીના આવિષ્કાર કોમ્પ્લેક્ષમાં લાવીને વેચાણ કરતા હતા. તેઓ પાસેથી કોલાબેરામાં નોકરી કરતા મીત અને નુપુર લઇ જતાં હતા. અને તેઓના ગૃપમાં વેચાણ કરતા હતા. 
 
પોલીસે શાકીબ મુન્શીના ઘરમાંથી અને આવિષ્કાર કોમ્પ્લેક્ષમાંથી રૂપિયા 5621ની કિંમતનો 562.18 ગ્રામ ગાંજો, રૂપિયા 1025ની કિંમતનો 10.25 ગ્રામ ચરસ, 3 ટુ વ્હીલર, 4 મોબાઇલ ફોન, રૂપિયા 3600 રોકડા સહિત કુલ્લે રૂપિયા 1,05,046નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બનાવ અંગે ગોત્રી પોલીસ મથકમાં તમામ આરોપીઓ સામે નાર્કોટિક્સ અંગેની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની વધુ તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Uganda ના પાર્લિયામેંટ પાસે સીરિયલ બ્લાસ્ટ, 100 મીટર જ દૂર હતી ભારતીય ટીમ