baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બનાસકાંઠામાં બીજા દિવસે સાર્વત્રિક કમોસમી વરસાદ, મગફળી અને કપાસનો પાક પલળી જતાં વેપારીઓ રોવાનો વારો આવ્યો

The next day in Banaskantha
, શુક્રવાર, 19 નવેમ્બર 2021 (10:17 IST)
બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થતાં માર્કેટયાર્ડ માં નુકસાન થયું હોવાની ઘટનાઓ સામે આવી છે. જિલ્લામાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ  યથાવત રહ્યો હતો. પાલનપુર અને ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદના કારણે મગફળી અને કપાસ પલળી જતા વેપારીઓ અને ખેડૂતો ને મોટુ નુકસાન થયું છે. બીજા દિવસે પણ ડીસા, લાખણી, દિયોદર, કાંકરેંજ, ભાભર, ધાનેરા, પાલનપુર, ભાભર, વડગામ, અમીરગઢ, દાંતીવાડા સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદ નોધાયો હતો. સતત બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
The next day in Banaskantha
હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે જેના કારણે પાલનપુર અને ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં વરસાદના કારણે અનાજની બોરીઓ પલળી ગઇ છે. પાલનપુરમાં માર્કેટયાર્ડની હજારો બોરીઓ પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. જ્યારે ઇકબાલગઢ માર્કેટયાર્ડ માં પણ ખુલ્લામાં રહેલો કપાસ પાલડી જતાં વેપારીઓને નુકસાન થયું છે.
The next day in Banaskantha
જિલ્લામાં 24 કલાકમાં પડેલ કમોસમી વરસાદ..
 
થરાદ -40 મીમી
ધાનેરા-26 મીમી
દાંતા-22 મીમી
કાંકરેંજ -21 મીમી
લાખણી -20મીમી
પાલનપુર-19 મીમી
વડગામ-17 મીમી
દિયોદર -16 મીમી
ભાભર -14 મીમી
ડીસા-13 મીમી
સુઇગામ -12 મીમી
અમીરગઢ -5મીમી
દાંતીવાડા -4 મીમી
વાવ-4 મીમી
 
પાટણ જિલ્લા ના નવ તાલુકા માં 24 કલાક દરમ્યાન પડેલ કમોસમી વરસાદ 
 
ચાણસ્મા 23 મીમી
પાટણ.16 મીમી
રાધનપુર  29 મીમી
શંખેશ્વર 15  મીમી
સમી  10  મીમી
સાંતલપુર 32 મીમી
સિદ્ધપુર   43 .મીમી
હારીજ   21.મીમી
સરસ્વતી  12 મીમી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહત્વનો નિર્ણય: હવે ખેડૂતોને નમુના નં.6, 7/12, 8-અ ઓનલાઇન મળશે, જાણો કેટલો રહેશે ચાર્જ