Webdunia - Bharat's app for daily news and videos

Install App

15થી 18 વર્ષના તરૂણોએ વેક્સિન લેવા સવારથી જ લાઇન લગાવી, શિક્ષણમંત્રીએ કહ્યું-સ્કૂલો ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ આપે

Webdunia
સોમવાર, 3 જાન્યુઆરી 2022 (12:01 IST)
રાજ્યમાં 15થી 18 વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો. ત્યાર બાદ રાજ્યભરમાં ટીનએજર્સને વેક્સિન આપવાની શરૂઆત થઈ હતી.

વેક્સિન માટે ટીનએજર્સે લાઇન લગાવી હતી. મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી.તેમણે કિશોરો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા રખાઈ છે.કોરોનાના કેસો વધવા લાગતા શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ સ્કૂલોને ઓફલાઇન શિક્ષણનો આગ્રહ ન રાખવા અને ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ આપવા સૂચના આપી છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન માટે આવેલા 9 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો છે. તે ઉપરાંત તેમણે સિવિલના સ્પેશિયલ વોર્ડનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે વધુ વિદ્યાર્થીઓ રસી લે તેવી અપીલ પણ કરી હતી. બીજી બાજુ શહેરની વેજલપુર વિસ્તારની RR ત્રિવેદી સ્કૂલમાં રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ છે. આજે 300થી વધુ બાળકોને વેક્સિન અપાશે.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો છે. તે ઉપરાંત તેમણે સિવિલના સ્પેશિયલ વોર્ડનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે વધુ વિદ્યાર્થીઓ રસી લે તેવી અપીલ પણ કરી હતી.  રસી મુકાવવા આવનાર કિશોરોને ચા-નાસ્તો કરીને આવવા જણાવાયું છે. ભૂખ્યા પેટે રસી મુકાવવા આવવું નહીં તેવું આરોગ્ય વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. કોર્પોરેટરો, નેતાઓ અને અગ્રણીનાં બાળકો રસી મુકાવી આ અભિયાનને વેગ આપશે.અમદાવાદ શહેરની 694 શાળાના 1 લાખ 80 હજાર 480થી વધારે બાળકોને આજે રસી આપવામાં આવશે. અમદાવાદ શહેરની શાળાઓમાં આજથી એટલે કે 3 જાન્યુઆરીથી લઈને 10 જાન્યુઆરી સુધી વેક્સિનેશન ડ્રાઇવ ચાલવાની છે. જેમાં અમદાવાદ શહેરમાં અલગ અલગ દિવસ વેક્સિન આપવા માટે વિવિધ વિસ્તારની શાળાઓ નક્કી કરવમાં આવી છે. આજે કિશોરો માટેના રસીકરણના પહેલા દિવસે અમદાવાદ શહેરની કુલ 96 જેટલી શાળાના 43 હજાર 867 બાળકોને વેક્સિન આપવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

UP News : મથુરા રિફાઈનરીમાં લાગી ભીષણ આગ, 10 કર્મચારીઓ દઝાયા - જુઓ વીડિયો

મણિપુરમાં 10 આતંકવાદીઓના મોત બાદ છ લોકો ગુમ, પોલીસે આશંકા વ્યક્ત કરી છે

ચીનમાં 62 વર્ષના વૃદ્ધે લોકોના એક ટોળા પર ચઢાવી દીધી કાર, 35 નાં મોત 43 ઘાયલ

Gold Price Today- સોનું અને ચાંદી સસ્તા થયા

પત્નીના તેના ભાઈ સાથે શારીરિક સંબંધ છે, હું આ સહન કરી શકતો નથી, હું મારો જીવ આપી રહ્યો છું', અમદાવાદના યુવકે સુસાઈડ નોટ લખી ઝેર ખાઈ લીધું

આગળનો લેખ
Show comments