Webdunia - Bharat's app for daily news and videos

Install App

અજીબો ગરીબ કિસ્સો: કોરોના પોઝીટીવ કન્‍યાને લગ્ન મંડપમાંથી સીધા ઘરે હોમ કોરોન્‍ટાઇન કરાયા

Webdunia
શનિવાર, 28 નવેમ્બર 2020 (10:54 IST)
રાજયમાં વધી રહેલા કોવિદ-૧૯ના સંક્રમણને ધ્‍યાને રાખી જિલ્લા કલેકટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ તહેવારો બાદ કોવિદ-૧૯ની કામગીરી માટે  વલસાડ જિલ્લા માટે એકશન પ્‍લાન તૈયાર કરવામાં આવ્‍યો છે. જેમાં તહેવાર બાદ મેડીકલ બુથ દ્વારા સ્‍વૈચ્‍છિક તપાસ કરાવવા માંગતા લોકોનું સ્‍ક્રીનિંગ તેમજ વેન્‍ડરોનું એન્‍ટીજનટેસ્‍ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે બહારગામથી આવતા લોકોનું પણ ચુસ્‍ત રીતે સ્‍ક્રીનીંગ થાય તે માટે ચેકપોસ્‍ટ ઉપર પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.
 
આરોગ્‍યની ટીમ દ્વારા સઘન સર્વેલન્‍સમાં અજીબો ગરીબ કિસ્‍સો સામે આવ્‍યો છે. વલસાડના મોટાબજારમાં રહેતી ગાંધી પરિવારની એક યુવતીની સગાઇ મુંબઇના શાહ પરિવારના યુવાન સાથે  કરવામાં આવી હતી. આ  માટે તેઓ ૧૦/૧૧/૨૦૨૦ના રોજ મુંબઇ ખરીદી માટે ગયા હતા. અન્‍ય રાજયની હિસ્‍ટ્રીના આધારે આ યુવતીની  આરટીપીસીઆર ટેસ્‍ટ કરાવતા  પોઝીટીવ આવ્‍યો હતો. 
 
પેશન્‍ટની હિસ્‍ટ્રીના આધારે ઘરે તપાસ કરતા આ યુવતીના આજે તા. ૨૭/૧૧/૨૦૨૦ ના રોજ લગ્ન હતા. આ બાબતની જાણ થતાં જ તાલુકા હેલ્‍થ ઓફિસર સાથેની ટીમ  મેરેજ હોલ ખાતે તપાસ કરતા સાંઇલીલા મોલ ખાતે  મળી આવી હતી. જયારે આરોગ્‍યની ટીમ ત્‍યાં પહોંચી ત્‍યારે યુવતીના લગ્ન લેવાતા હતા. લગ્નમાં તમામ લોકોએ કોવિદ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્‍ત પણે પાલન કર્યુ હતુ. પરંતુ જાન મહારાષ્‍ટ્ર રાજયમાંથી આવી હોવાથી આરોગ્‍યની ટીમ દ્વારા હાજર સગાસબંધીઓનો  રેપીડ ટેસ્‍ટ કરવામાં આવ્‍યો હતો જેમાં કોઇ પોઝીટીવ માલુમ પડયું ન હતું. 
કોરોના પોઝીટીવ આવેલી કન્‍યાને પિતાના ઘરેજ કોરોન્‍ટાઇન કરી દેવામાં આવી છે. બીજી ટેસ્‍ટ ન થાય ત્‍યાં સુધી કોવિદ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરવા જણાવાયું છે. આ સમયે કન્‍યાના સગા સંબંધીઓએ આરોગ્‍યની ટીમને સાથ અને સહકાર આપ્‍યો હતો.
 
જિલ્લા કલેકટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ આરોગ્‍ય ટીમ દ્વારા સધન સર્વેલન્‍સ કરવામાં આવી રહયા છે. જેમાં  આવા અજીબો ગરીબ કિસ્‍સાઓ મળી રહયા  છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments