Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જામનગરમાં ચૂંટણી દરમિયાન તણાવ, વોર્ડ નં. 15 અને લખતર ગામે કાર્યકરો વચ્ચે અથડામણ

local body election

ગુજરાત લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જામનગરમાંથી અશાંતિના સમાચાર સામે આવ્યા છે. શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ચૂંટણી તંત્ર તાત્કાલિક દોડતું થયું હતું.

વોર્ડ નં. 15માં આઈડી કાર્ડ મુદ્દે વિવાદ
જામનગરના વોર્ડ નં. 15માં સૌથી વધુ તણાવ જોવા મળ્યો હતો. અહીં એક વ્યક્તિ ભાજપના ઉમેદવારનું ઓળખકાર્ડ લઈને મતદાન મથક આસપાસ ફરતો હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોને આ અંગે શંકા જતાં વાતાવરણ ગરમાયું હતું. કોંગ્રેસના આક્ષેપ મુજબ, તે વ્યક્તિ અનધિકૃત રીતે મતદાન મથકમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ મુદ્દે બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતા પરિસ્થિતિ ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી.

લખતર ગામે પણ ઘર્ષણ
બીજી તરફ, જામનગરના લખતર ગામમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી. અહીં નજીવી બાબતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાને કારણે મતદાન કરવા આવેલા લોકોમાં થોડીવાર માટે ગભરાટ ફેલાયો હતો. જોકે, સુરક્ષા જવાનો અને પોલીસની તાત્કાલિક કામગીરીથી મામલો કાબૂમાં લેવાયો હતો. હાલ બંને પક્ષો એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં રાજકીય તણાવ યથાવત્ રહ્યો છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CSK vs GT Live Score Updates: સંજુ સેમસન અને રુતુરાજ ગાયકવાડ ઇનિંગની શરૂઆત કરી રહ્યા છે, લાઇવ સ્કોર અહીં જુઓ.