Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Valsad Accident News - વલસાડમાં ટાયર ફાટતાં ટેમ્પો પલટ્યો, વેરવિખેર થયેલા ટામેટા ભેગા કરવા નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો

Valsadna National Highway No-48 accident
, સોમવાર, 7 ઑગસ્ટ 2023 (15:02 IST)
Valsadna National Highway No-48 accident
વલસાડના નેશનલ હાઈવે નંબર-48 ઉપર 4 વાહનો વચ્ચે ગંભીર અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની નહીં
 
Valsad Accident News -  ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વલસાડમાં પણ સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પર અકસ્માતો માટે હવે નામચીન બન્યો છે. આ બ્રિજ પર પડેલા ખાડાના કારણે એક મહિનામાં અકસ્માતની પાંચમી ઘટના સામે આવી છે. ગઈકાલે મોડી રાત્રે ટામેલા ભરીને જતા ટેમ્પો સહિત ચાર વાહનો ટકરાયા હતાં. આ અકસ્માતમાં કોઈ જાનહાનીની વિગતો સામે નથી આવી. પરંતુ હાલમાં ટામેટાના વધતા ભાવને કારણે અકસ્માતમાં ટેમ્પોમાંથી ટામેટા વેરવિખેર થતાં ટામેટાને બચાવવા માટે હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. 
webdunia
Valsadna National Highway No-48 accident
ટેમ્પામાં ભરેલા ટામેટા હાઇવે પર વેરવિખેર થઈ ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડના નેશનલ હાઈવે નંબર-48 ઉપર 4 વાહનો વચ્ચે ગંભીર અકસ્માતની ઘટનામાં એક આઈસર ટેમ્પો ટામેટાનો જથ્થો ભરી બેંગલોરથી ભરૂચ જવા નીકળ્યો હતો. આ દરમિયાન વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજ ઉપર પડેલા ખાડાના કારણે ટેમ્પાનું ટાયર ફાટી ગયું હતું. ટેમ્પાનું ટાયર ફાટી જતાં ટેમ્પા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો ડીવાઇડર કૂદીને હાઇવેની સામેની સાઇડમાં જતો રહ્યો હતો. આ દરમિયાન અહીંથી પંજાબથી ચોકલેટ ભરીને પસાર થઇ રહેલી ટ્રક સાથે ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. ટ્રક અને ટેમ્પો અથડાતા બંને પલટી ગયા હતા. ટેમ્પામાં ભરેલા ટામેટા હાઇવે પર વેરવિખેર થઈ ગયા હતા. 
 
અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી
નેશનલ હાઇવે પર ટેમ્પો અને ટ્રક અથડાઇને પલટી જતાં અહીંથી પસાર થયેલી એક ડિઝાયર કાર અને અન્ય ક્રેટા કાર પણ ટેમ્પા અને ટ્રક સાથે અથડાઇ હતી. ચાર વાહનો વચ્ચેના અ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇમાં ખસેડ્યા હતા. જોકે, ટેમ્પામાં ભરેલા મોંઘા ભાવના ટામેટા રોડ પર વેરવિખેર થઈ જતાં તેને ભેગા કરવા માટે 4 કલાક જેટલો સમય હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં મોટાભાગના ટામેટા ભેગા કરી લેવાયા હતા. આ અકસ્માતમાં સ્વિફ્ટ અને ક્રેટા કારને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વલસાડમાં ટામેટાં બચાવવા 4 કલાક નેશનલ હાઇવે બંધ