baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Amreli News - નારણ સરોવરમાં ન્હાવા પડેલા 5 કિશોરોના પાણીમાં ડૂબી જવાથી મોત

Teenagers Suspected To Have Drowned
, શનિવાર, 26 માર્ચ 2022 (17:51 IST)
અમરેલીના દુધાળા ગામમાં એક દુઃખદ બનાવ બન્યો છે. અહીં આવેલા નારણ સરોવરમાં ન્હાવા પડેલા 5 કિશોરોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યા છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
 
લાઠીના દુધાળા ગામ નજીક નારણ સરોવરમાં 5 કિશોરો ન્હાવા ગયા બાદ ડૂબી ગયા હતા. જેથી તંત્રના અધિકારીઓ સહિત તરવૈયાઓ મારફતે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈ ઇન્ચાર્જ મામલતદાર સહિત સ્થાનીક પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા છે. તેમજ શહેરના અગ્રણીઓ સેવાભાવી લોકો પણ દોડી ગયા હતા. તરવૈયાઓ શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન તમામના મૃતદેહ મળી આવ્યા છે.
 
 
મૃતકોના નામ
વિશાલભાઈ મનીષભાઈ મેર, ઉંમર વર્ષ 16
 
નમનભાઈ અજયભાઇ ડાભી, ઉંમર વર્ષ 16
 
રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ, ઉંમર વર્ષ 16
 
મિત ભાવેશભાઈ ગળથીયા, ઉંમર વર્ષ 17
 
હરેશભાઇ મથુરભાઈ મોરી, ઉમર વર્ષ 18
 
આ તમામ લાઠી શહેરના રહેવાસી છે. દુધાળા ખાતે આવેલા તળાવમાં ન્હાવા પડતા ડૂબી ગયા હતા. જેથી તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે તમામના મૃતદેહો મળી આવ્યા છે. જેને લઈ તેઓના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

MI vs DC IPL 2022 Head to Head:મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સમાંથી કોણ મારશે બાજી ? આંકડા જુઓ અને સમજો