Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાશે.

તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાશે.
, શનિવાર, 27 ફેબ્રુઆરી 2021 (11:16 IST)
તા લુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાશે. 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આવતીકાલે યોજાશે. 28મી ફેબ્રુઆરી રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન થશે અને 2 માર્ચે મત ગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં પહેલા તબક્કામાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ. જેમાં ભાજપે બાજી મારી છે અને હવે તાલુકા-જિલ્લા-પાલિકાની ચૂંટણી પ્રચારમાં તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમા ફટકો પડતા કોંગ્રેસ પણ દોડતી થઈ છે. તો બીજી તરફ, જિલ્લા-તાલુકા અને પાલિકામાં 28 તારીખે મતદાન માટે ગુજરાત પોલીસ પણ સજ્જ છે. ચૂંટણી બંદોબસ્ત માટે 26 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને SRPની 65 કંપની તૈનાત કરાયા છે. 97 આંતર રાજ્ય અને 437 આંતરિક ચેકપોસ્ટ બનાવાઈ છે, જેથી નજર રાખી શકાય. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગોધરાકાંડના 19 વર્ષ: આજના દિવસે જ હિંદુ-મુસ્લિમ ભાઇચારની ભાવના થઇ હતી કલંકિત, ફાટી નિકળ્યા હતા રમખાણો