Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મોઢેરાના સુર્યમંદિરમાં સુર્યનમસ્કાર - યોગ શિબીરાર્થીઓ દ્વારા સુર્યમંદિરમાં યોગ નિર્દશનનું રીહર્સલ કરાયું

મોઢેરાના સુર્યમંદિરમાં સુર્યનમસ્કાર - યોગ શિબીરાર્થીઓ દ્વારા સુર્યમંદિરમાં યોગ નિર્દશનનું રીહર્સલ કરાયું
, મંગળવાર, 20 જૂન 2017 (15:47 IST)
મહેસાણા જિલ્લાના મોઢેરા સુર્યમંદિર ખાતે યોગ દિવસની ઉજવણી અંતર્ગત રીહર્સલ કરાયું હતું..સુપ્રસિધ્ધ સુર્યમંદિરના સાનિધ્યમાં સુર્યની આરાધના કરતા સુર્યનમસ્કાર અને યોગ નિદર્શનનો  રીહર્સલ કાર્યક્રમો યોજાયો હતો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર વિશ્વમાં બેનમુન સ્થાપત્ય ઐતિહાસિક વારસો જાળવતા સુર્યમંદિરમાં યોગ નિર્દશનનના રીહર્સલનો સફળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ નિદર્શન કાર્યક્રમમાં ૪૫૦ માધ્યમિકના વિધાર્થીઓ અને ૩૫૦ પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ યોગ નિદર્શન રીહર્સલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
webdunia

જિલ્લા કલેકટર આલોક કુમારે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની દેન યોગને વિશ્વ કક્ષાએ નામના મેળવી છે. કોર્ણાકનું સુર્યમંદિર અને મોઢેરાનું સૂર્યમંદિર માત્ર બે સુર્યમંદિરો આવેલા છે.વિશ્વ યોગ દિવસ મોઢેરા સુર્યમંદિરના પ્રગાંણમાં કરી સુર્યની ઉપાસના કરવાનો અનોખો કાર્યક્રમ વહીવટીતંત્ર દ્વારા યોજાવામાં આવેલ છે.. આ કાર્યક્રમ સુપેરે યોજાય તે માટે સૂર્યમંદિર ખાતે યોગ રીહર્સલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
webdunia

સુર્યમંદિરમાં હજારો વર્ષ જુનો શિલ્પ સ્થાપત્યનો વારસો જળવાયેલો છે.સૂર્યમંદિરના સુર્યકુંડ એ માત્ર  મોઢેરાના સુર્યમંદિરમાં આવેલો છે. મોઢેરાના સુર્યમંદિરમાં  શિબીરાર્થી દ્વારા યોગ નિદર્શન રીહર્સલ કરાયું હતું

webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં 275 લોકોએ એક સાથે કર્યા 108 સૂર્યનમસ્કાર કરીને લિમ્કા બુકમાં મેળવ્યું સ્થાન