દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને પગલે દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ યુકે સહિત 13 દેશમાંથી 119 લોકો સુરત આવ્યા છે.જેમાં સૌથી વધુ કતારગામમાં 28 અને અઠવામાં 24 લોકો આવ્યા છે.
સુરતમાં કોરોનાને માથું ઊંચકતો રોકવા પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. જ્યારે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લઈને તંત્ર સતર્ક થઈ ગયું છે. વેક્સિનેશનની સાથે ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. ગત રોજ વધુ 8 કેસ નોંધાતા કોરોના કેસનો આંકડો વધીને 1,44,029 થયો છે.
બીજા ડોઝ માટે રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. રસીકરણ લક્ષ્યાંક પૂર્ણ કરવા તેમજ બીજો ડોઝ લેવાના બાકી છ લાખ લોકોને પ્રોત્સાહિત કરવા સુરત મહાનગરપાલિકાએ અમદાવાદની એનજીઓના સથવારે વેક્સિનનો બીજો ડોઝ લેનારને એક લિટર તેલ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી હતી. આજે કુલ 171 સેન્ટર પર રસીકરણ ચાલી રહ્યું છે.
આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144029 થઈ ગઈ છે.