Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Surat Diamond Bourse- સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ

Surat Diamond Bourse-  સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ
, બુધવાર, 26 જાન્યુઆરી 2022 (18:02 IST)
સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ. અહિયાં દેશ-વિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ  મળશે.
 
ડાયમંડ બુર્સનું ક્ષેત્રફળ 68 લાખ ચોરસ ફૂટ છે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી અમેરિકાનું ડિફેન્સ કાર્યાલય પેન્ટાગન દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે. એન્હાન્સ્ડ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોન  67 લાખ ચોરસ ફૂટ જમીનમાં બનાવવામાં આવ્યું છે, જ્યારે ડાયમંડ બુર્સ 68 ચોરસ ફૂટ જમીનમાં બનાવવામાં આવી રહ્યું છે. આ અર્થમાં, સુરતની ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી એકબીજા સાથે જોડાયેલી ઇમારત છે.
 
ડાયમંડ બુર્સમાં કુલ 4000 સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે હીરાના વ્યવસાય માટે ડાયમંડ બુર્સ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ઉદ્યોગપતિઓના હીરા અને દાગીનાની સુરક્ષા માટે કુલ 4000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક ટાવરમાં ફાયર સેફ્ટી માટે સેન્સર છે. ડાયમંડ બુર્સમાં કુલ 4200 ઓફિસો છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો- લંપટ શિક્ષકે વિદ્યાર્થિની પર બે વર્ષ દુષ્કર્મ આચર્યું, લગ્ન નક્કી થતાં બ્લેકમેઇલ કરવા લાગ્યો