suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

3 વર્ષના બાળક માટે ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

IndiGo Flight Emergency Landing
IndiGo Flight Emergency Landing
અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E-7018માં એક માસૂમ બાળકની તબિયત અચાનક લથડતાં ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. મુસાફરી દરમિયાન આશરે 3 વર્ષના માસ્ટર સૌરભ નામના બાળકની તબિયત અચાનક બગડી ગઈ હતી અને તે બેભાન જેવી સ્થિતિમાં આવી ગયો હતો. બાળકની ગંભીર સ્થિતિને જોતા પાયલોટે જરાય વિલંબ કર્યા વિના ફ્લાઇટને તાત્કાલિક સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો, જેના કારણે એક મોટી અનિચ્છનીય ઘટના ટળી ગઈ હતી.
ALSO READ: અમદાવાદમાં FIBA Basketball World Cup Qualifiers 2026નો મહામુકાબલો, 2 અને 5 જુલાઈએ ટીમ ઈન્ડિયા સામે કતાર-લેબનાન
 
બાળકની સ્થિતિ બગડતાં જ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા બે ડોક્ટરોએ તરત જ આગળ આવીને તેને પ્લેનમાં જ પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ, સુરત એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને આ કટોકટી અંગે જાણ કરવામાં આવતા જ એરપોર્ટ પ્રશાસન સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું હતું. ફ્લાઇટ રનવે પર લેન્ડ થાય તે પહેલાં જ CISF અને મેડિકલ ટીમને તમામ જરૂરી તબીબી સાધનો સાથે રનવે પર જ તૈનાત કરી દેવામાં આવી હતી, જેથી પ્લેન આવતાની સાથે જ બાળકને વિલંબ વિના તાત્કાલિક તબીબી સહાય આપી શકાય.
ALSO READ: Gold Silver Rate Crash- સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.40 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે; ચાંદીનો ભાવ પણ 2 લાખ રૂપિયાની નજીક પહોંચી ગયો છે
 
ફ્લાઇટના સુરક્ષિત લેન્ડિંગ બાદ એરપોર્ટ પર હાજર મેડિકલ ટીમે બાળકને તાત્કાલિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારી દેખરેખ માટે તેને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમયસર અને યોગ્ય સારવાર મળવાના કારણે બાળકની સ્થિતિ હવે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ મેડિકલ ઈમરજન્સી બાદ, જરૂરી તમામ વહીવટી અને એરપોર્ટ સંબંધિત કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને ઇન્ડિગોની આ ફ્લાઇટ સુરતથી મુંબઈ જવા માટે ફરી સુરક્ષિત રીતે રવાના થઈ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નર્મદામાં ઓફિસરોએ માટીના ભાવે ખરીદી સરકારી જમીન, સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે બનાવ્યા બંગલા, ચાલ્યુ સરકારનુ બુલડોઝર