Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદની આયેશા બાદ હવે નફીસાની આત્મહત્યા, રિવરફ્રન્ટ પર રડતા રડતા વીડિયો ઉતારી વડોદરામાં આપઘાત

suicide case
, ગુરુવાર, 23 જૂન 2022 (14:59 IST)
વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીને પ્રેમીએ તરછોડતા અમદાવાદ રિવરફ્રન્ટ પર આત્મહત્યાના પ્રયાસ કર્યા બાદ પોતાની વ્યથા ઠાલવતા વીડિયો બનાવ્યા હતા. જો કે ત્યાર બાદ વડોદરા પરત ફરી યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.અમદાવાદમાં આઇશા નામની યુવતીએ 25 ફેબ્રુઆરી 2021ના રોજ પતિના ત્રાસથી કંટાળને રિવરફ્રન્ટ પર વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો. તેવી જ ઘટના ફરી એકવાર બની છે. જેમાં વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા ખોખરે અમદાવાદના શેખ રમીઝ અહેમદ નામના યુવકે પ્રેમમાં દગો આપતા અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો તેમજ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ત્યાર બાદ નફીસા વડોદરા પરત આવી ગઇ હતી અને 20 જૂન 2022ના રોજ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ યુવતીના પરિવારજનોએ આજે વડોદરાના જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ નફીસાએ રિવરફ્રન્ટ પર જે વીડિયો બનાવ્યા હતા તે પણ મીડિયા સમક્ષ આવ્યા છે.

નફીસા ખોખરે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે રિવરફ્રન્ટ પર પોતાના પ્રેમીએ દગો દીધાના વીડિયો પણ બનાવ્યો હતા. જેમાં તે કહી રહી છે કે, રમીઝ તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, બહુત મતલબ બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહેકે મુઝે વટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમે મેને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઓર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તમમે ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુજે નહીં આતા સમજ મે. તુમ્હારે ઘરવાલે ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખાથા વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.25 ફેબ્રુઆરી 2021ના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાસે આઈશાએ પતિના ત્રાસને કારણે મોત વ્હાલું કર્યાં પહેલાં વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. અમદાવાદના આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે સાસરિયાં દ્વારા ત્રાસ અપાતો હોવાની પણ નોંધ લીધી હતી, જેથી 10 વર્ષની જેલની સજા સાથે એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એને બદલે વધુ 6 માસની કેદની સજા કરવાનો હુકમ કર્યો છે. સેશન્સ કોર્ટે સમાજમાં ઉદાહરણરૂપ કિસ્સો બેસાડવા માટે આ હુકમ કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં અચાનક એક કલાક માટે લોકડાઉન લાગ્યું, પોલીસનો કાફલો રસ્તા પર ઉતર્યો, લોકો જ્યાં હતા ત્યાં જ થંભી ગયા