Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં 1 હજારથી વધુ બાંગ્લાદેશી અરેસ્ટ, સીક્રેટ મીટિંગ પછી શરૂ થયુ ઓપરેશન ક્લીન સીટી, ચંડોળા તળાવ વિસ્તારમાં વીજ જોડાણ કાપવાની શરૂઆત

bangladeshi
, સોમવાર, 28 એપ્રિલ 2025 (11:42 IST)
bangladeshi
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે બધા રાજ્ય સરકારોને વિદેશી નાગરિકોની ઓળખ કરવા અને તેમને પરત મોકલવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ગુજરાત સરકારે પોલીસ અને ક્રાઈમ બ્રાંચને રાજ્યના મોટા શહેરો અને ગામોમાં ગેરકાયદેસર રૂપે રહેતા વિદેશી નાગરિકોની તરત જ ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.  
 
ગુજરાત પોલીસનુ ઓપરેશન શનિવાર રાત્રે 12 વાગે શરૂ થયુ જે અત્યાર સુધી ચાલી રહ્યુ છે. શનિવારે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી અમદાવાદમાં 890 અને સૂરતમાંથી 134 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.  
 
બધાના દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. કેટલાક પાસે નકલી આધાર કાર્ડ મળ્યા છે. પોલીસે બધાના ફોન પણ જપ્ત કરી લીધા છે.  
 
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંગ્લાદેશોની અટકબાદ પોલીસની કાર્યવાહી તે જ બની છે. ચંડોળા તળાવમાં ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટોરેન્ટ પાવરની ટીમ સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર વીજ જોડાણ કાપવા માટે પહોંચી ગઈ. અલગ-અલગ બાંગ્લાદેશીઓના ઘરના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવાના શરૂ કરવામાં આવ્યા છે.
 
ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ, શનિવારે બપોરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સાથે એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ અને સુરત પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
 
બેઠકમાં અમદાવાદ અને સુરતમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવાથી લઈને વિદેશી નાગરિકોની ધરપકડ કરીને તેમને પાછા મોકલવા સુધીના તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી.
 
આ સમગ્ર કામગીરી ફક્ત વરિષ્ઠ અધિકારીઓ સુધી મર્યાદિત રાખવામાં આવી હતી. આ પછી, 26 એપ્રિલની મધ્યરાત્રિ પછી બંને શહેરોમાં એક સાથે ઓપરેશન ક્લીન સિટી શરૂ કરવામાં આવ્યું.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતની સખ્તાઈથી પાકિસ્તાનમાં દવાથી લઈને ખાદ્ય સામગ્રીની ભારે પરેશાની, ગરીબો પર વધશે મોંધવારીની માર