Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, પરિસ્થિતિ પર કાબૂ મેળવવવા પોલીસના ધાડેધાડા ઉતર્યા આજે સમગ્ર દેશભર સહિત રાજ્યમાં

હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, પરિસ્થિતિ પર કાબૂ મેળવવવા પોલીસના ધાડેધાડા ઉતર્યા  આજે સમગ્ર દેશભર સહિત રાજ્યમાં
, રવિવાર, 10 એપ્રિલ 2022 (15:51 IST)
આજે સમગ્ર દેશભર સહિત રાજ્યમાં રામનવમીનીધૂમધામથી ઉજવણી થઈ રહી છે. ત્યારે આ વચ્ચે ગુજરાતના હિંમતનગરમાંથીમાંથી ચોંકાવનારા અહેવાલ પ્રાપ્ત થયા છે. હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે.
 
આજે રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. હિંમતનગર પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સ્થિતિને કાબુમાં લેવા ટીઅર ગેસ છોડાયા છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે.
 
મળતા અહેવાલ પ્રમાણે રામનવમીને અંતર્ગત સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે, ચાંપતી નજર અને અસામાજીક પ્રવૃતિને રોકવા માટે પોલીસ પણ નજર સતતપણે રાખી રહી છે. ચુસ્ત પોલીસબંદોબસ્ત હોવા છત્તાં હિંમતનદરના છાપરીયા વિસ્તારમાં અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. હાલમાં સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટકના કોલાર જિલ્લાના મુલબગલમાં રામનવમીની પૂર્વ સંધ્યા પર કાઢવામા આવેલી શોભાયાત્રા પર ઉપદ્રવિયો દ્વારા પથ્થરમારો કર્યા બાદ તણાવની સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ મુલબગલમાં કલમ 144 અંતર્ગત પ્રતિબંધો લગાવી દેવામા આવ્યા છે અને પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જીરું ધાણા પાવડરના ફાયદા | Jeera Dhania Benefits