baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોરણ 10 અને 12ની પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર યુ ટ્યુબ પર લીક થયું, સંપૂર્ણ પેપર સોલ્વ કરતાં વીડિયો અપલોડ થયાં

todays news
, શુક્રવાર, 18 ફેબ્રુઆરી 2022 (10:35 IST)
રાજ્યમાં ફરીવાર પેપર ફૂટવાની ઘટના બની છે. ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષાનું પેપર લીક થયુ છે. જેમાં યુ ટ્યુબ પર પેપર લીક કરાયા છે.પેપર લેવાયાના બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં પેપર લીક થયા છે. તેમાં યુ ટ્યુબ પર સંપુર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. નવનિત પ્રકાશનમાં આ પ્રીલિમનરી પરીક્ષાના પેપર છપાય છે. જેથી હવે નવનીત પ્રકાશન દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે. હાલમાં યુટ્યુબરે ચેનલ ડીલીટ કરીને વીડિઓ પણ યુ ટ્યુબ પરથી ડીલીટ કરી દીધો છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં ભારે ચકચાર મચી છે.શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે.જો નવનિત પ્રકાશનમાં પરીક્ષાનું પેપર છપાય છે તો તે પણ આ પેપર લીકમાં જવાબદાર હોઇ શકે છે. જેમાં ધો.10 અને 12ના પ્રીલિમના પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ચર્ચા જાગી છે. હવે તો તમામ પેપર આ રીતે જ લીક થતા હોય તો પરીક્ષામાં મહેનત કરવાનો કોઇ મતલબ નથી.યુટ્યુબ પર પેપર લીક કરાયાનો આરોપ લગાવતા જણાવ્યું છે કે બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં પેપર લીક થયા છે. જેમાં સંપૂર્ણ સોલ્વ પેપર વીડિયો સાથે અપલોડ કરવામાં આવ્યો છે.યૂ ટ્યૂબ ચેનલ પર શાળા વિકાસ સંકુલ અંતર્ગત લેવાતી પરીક્ષાનું પેપર લીક થયુ છે. આજે સવારે ધોરણ 12નું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાવાનું છે તે પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા આર. એમ. એકેડમી નામની યુટ્યુબ ચેનલ પર લીક થયાનું સામે આવ્યું છે.આ યુટ્યુબ ચેનલ સાથે અન્ય સાત ચેનલો અને લિંકો પર અપલોડ થઈ ગયું છે. આર.એમ એકેડમી નામની યુટ્યુબ ચેનલમાં જવાબો સાથે પેપર સામે લીક થયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહેસાણાના કુકસ ગામે ગ્રામજનોએ પાકિસ્તાનના હિન્દુ શરણાર્થીની દીકરીના લગ્ન કરાવી વિદાય આપી