કચ્છમાં બોર્ડ સિક્યોરિટી ફોર્સમાં ફરજ બજાવતા સજ્જાદ મોહમંદ ઇમ્તીયાઝ જાસુસીકાંડમાં ઝડપાયો છે અને તેની વધુ પુછપરછ માટે ચુસ્ત સુરક્ષા વચ્ચે ભુજ કોર્ટમાં રજુ કરાયો હતો, જ્યાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ દરમિયાન જવાનને સાથે રાખીને અમદાવાદ સહિતની જગ્યાએ તપાસ કરવામાં આવશે. ગુજરાત ATSએ કરેલી BSFના કોન્સ્ટેબલની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. કોન્સ્ટેબલ સજ્જાદ પાકિસ્તાની સંસ્થા ISIના ઓફિસરનો હેન્ડલર અને ઓફિસરનો સંબંધી હોવાનું બહાર આવ્યું હતું. BSF કોન્સ્ટેબલ સજ્જાદ ત્રિપુરામાં હતો ત્યારથી તેના પર શંકા હતી અને BSFની ઇન્ટેલિજન્સ વિંગની નજરમાં હતો. પુછપરછને આધારે તે પાકિસ્તાનનો એજન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી આપવાના આરોપમાં BSFના કોન્સ્ટેબલ મોહમ્મદ સજ્જાદની ગાંધીનગરથી ધરપકડ કરવામાં આવી. એટીએસના ડેપ્યુટી એસપી બીએમ ચાવડાએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના રાજૌરીનો રહેવાસી સજ્જાદ બીએસએફમાં જોડાતા પહેલા પાકિસ્તાન ગયો હતો અને 46 દિવસ ત્યાં રહ્યો હતો. તે વોટ્સએપ પર સૂચનાઓ મોકલતો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના કચ્છ-ભુજમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના એક જવાનની ગુજરાત એન્ટી ટેરરિઝમ (એટીએસ) ટુકડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSને મળેલી જાણકારી મામલે સજ્જાદ મોહમંદની તપાસ કરવામાં આવી, જેમાં ખુલાસો થયો કે તે ખોટી જન્મ તારીખના આધારે BSFમાં જોડાયો હતો અને પાકિસ્તાની સૈન્યને પોતાના મોબાઇલ ફોન દ્વારા ગુપ્ત માહિતીની આપલે કરતો હતો.BSF જવાનનું પાકિસ્તાની સૈન્ય સાથે કનેક્શન સામે આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ગુજરાત ATS દ્વારા સજ્જાદ મોહમંદ ઇમ્તીયાઝની ધરપકડ કરીને પુછપરછ કરવામાં આવી રહી છે