baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં મેઘરાજા મહેરબાનઃ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

ગુજરાતમાં મેઘરાજા મહેરબાનઃ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ
, સોમવાર, 22 જુલાઈ 2019 (13:05 IST)
રાજકોટ જિલ્લાના ખેડૂતો ઘણા સમયથી મેધરાજાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે રવિવારે વહેલી સવારથી રાજકોટ જિલ્લા પર મેઘરાજા મહેરબાન બન્યા હોઈ તેવુ લાગ્યુ હતુ. ત્યારે વહેલી સવારથી જ જેતપુર, ધોરાજી, ઉપલેટા, આટકોટ, સરધાર અને ગોંડલ પંથકમા વરસાદ પડ્યો હતો. ત્યારે સમી સાંજે મેઘરાજાએ રાજકોટ શહેરમા ધુવાધાર બેટીંગ કરતા એક કલાકમા એક ઈંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો. તો બિજી તરફ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા પડધરી તાલુકાના અડબાલકા ગામે વાડીમા કામ કરતી આદિવાસી મહિલાનુ મોત નિપજ્યુ હતુ. તો સાથે જ પડધરી તાલુકાના નારણકા ગામે વિજળી પડતા એક ભેંસનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે કે રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે વિજળી પડતા ગાયનુ મોત થયુ હતુ.
ગુજરાતમાં મેઘરાજા મહેરબાનઃ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

ગુજરાતના અન્ય જિલ્લાઓની તુલનાએ કચ્છમાં વરસાદ નહિંવત છે પરંતુ છેલ્લા બે દિવસાથી મેઘરાજાએ કચ્છમાં હાજરી પુરાવવાનું શરૃ કરી દીધુ છે. શનિવારે વાગડ પંથક સહિત ભુજ પંથકમાં વરસાદ પડયા બાદ આજે બીજા દિવસે લખપત-અબડાસા અને નખત્રાણા પંથકમાં મેઘરાજાએ હેત વરસાવ્યુ હતુ. અડાધાથી દોઢ ઈંચ  વરસાદ થયો હોવાનું સૃથાનિકોએ જણાવ્યુ હતુ. વરસાદાથી પશુપાલકોને ધરપત થઈ છ . બીજી તરફ આજે વરસાદમાં વીજળી પડતા બે યુવાનોના ભોગ લેવાયા હતા.
ગુજરાતમાં મેઘરાજા મહેરબાનઃ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

અબડાસાના નલિયા, ભાનાડા, કોઠારા, વરાડીયા, સુાથરી, ભેદુ અને વાંકુ સહિતના ગામોમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર ઝાપટુ વરસ્યુ હતુ. જોતજોતામાં એકાથી દોઢ ઈંચ વરસાદ ખાબકયો હતો. દયાપર સહિતના આજુબાજુના ગામોમાં પણ ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નખત્રાણા તાલુકાના નાગવીરી, કોટડા જ, માથલ, રવાપર, આમારા, મુરૃ, ઐયર વિગેરે ગામોમાં પણ વરસાદ થયો હતો. આ ગામોમાં હળવાથી માંડીને બે ઈંચ જેટલો વરસાદ થતા ખેડૂતો અને પશુપાલકો રાજીના રેડ થઈ ગયા હતા.
ગુજરાતમાં મેઘરાજા મહેરબાનઃ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

નાગવીરી ગામે ભારે વરસાદના લીધે રવાપર જોડતી નદીમાં વહેણ આવતા કલાકો સુાધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. માંડવી તાલુકાના લાયજા, મોટા રતડીયા સહિતના ગામોમાં પણ તેમજ પટેલ ચોવીસી, મુંદરાના બાબીયા સહિતના ગામોમાં પણ વરસાદ થયો હતો. ગત રોજ આહિર-પાવરપટ્ટીમાં પણ માર્ગો પર પાણી વહી નિકળ્યા હતા. તો ખાવડા નજીકના દિનારા ગામે એકાથી દોઢ ઈંચ વરસાદ પડી ગયો હતો. આમારા અને રવાપર વચ્ચે નદીના વહેણમાં કાર ફસાઈ ગઈ હતી. પરિણામે, લોકોના જીવ તાળવે ચોંટયા હતા. ગ્રામજનોએ ક્રેઈન બોલાવી મહામહેનતે ગાડીને બહાર કાઢી હતી.
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિકટ પરિસ્થિતિઃ ગુજરાતમાં અત્યાર સુધી 26.99% વરસાદ, 204 ડેમોમાં માત્ર 18.49 ટકા પાણી