શિવાંશના પિતા સચિન દીક્ષિત (Sachin Dixit) છે, પણ શિવાંશ સચિન દીક્ષિત અને તેની પત્ની આરાધનાનો પુત્ર નથી પણ શિવાંશ સચિન અને તેની મહેંદી (Mahendi Pethani)નો પુત્ર છે. નિર્દયી સચિને શિવાંશને તરછોડ્યો, પણ એ પહેલા તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી હતી. અહી સવાલ એ છે કે સચિને શા માટે તેના બાળકની માતા એવી તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી ?
મહેંદીની હત્યા અને શિવાંશને તરછોડવો આ બંને ઘટનામાં સચિન અને મેહંદીના લગ્નેત્તર સંબંધો કારણભૂત બન્યા છે. વિવાહિત સચિન અને મહેંદીના પ્રેમ સંબંધે માસુમ શિવાંશનું આ દુનિયામાં આગમન થયું પણ આ જ પ્રેમ સંબંધ મહેંદીની હત્યાનો પણ કારણ બન્યો.
માસૂમ શિવાંશની માતા કોણ છે? શિવાંશની માતાની હત્યા કરાઇ? સચિનને પત્નિએ શું કર્યો દાવો ?
ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળક શિવાંશની માતા અમદાવાદ અથવા વડોદરાની હોવાની શક્યતા છે. ગાંધીનગરના પેથાપુરમાં બાળકતરછોડવા મુદ્દે પોલીસ તપાસ તેજ કરાઈ છે
હાલમાં સચિન અને સચિનની પત્ની આરાધનાની પોલીસ પૂછપરછ કરી રહી છે. સચિનની પત્ની આરાધનાએ કહ્યું કે, આ બાળક અંગે મને કંઈ જ ખબર નથી અને હું સચિનની પ્રેમિકા અંગે કંઈ જાણતી નથી. તેણે જણાવ્યુ કે આ બાળક સચિન દિક્ષિતની પ્રેમિકાના હોવાનુ કહેવાય છે. શિવાંશની માતા અને તેમની પ્રેમિકા મહેંદીનો આ બાળક છે. બન્નેના પ્રેમસંબંધ હતા. આરાધનાએ તે પ્રેમ પ્રસંગએ કશુ જાણતી નથી. પત્ની આરાધના પોતાના પરિવાર સાથે રાજસ્થાન પિયરમાં પ્રસંગમાં ગઈ છે જ્યારે પતિ સચિન ગાંધીનગરમાં એકલો રહેતો હતો. પોલીસ તપાસમાં બાળક સચિન દિક્ષીતની પત્નીનું ન હોવાનું સામે આવ્યું છે
સચિને હિના ઉર્ફે મહેંદીનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેના મૃતદેહને બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધો હતો. આવેશમાં આવીને ઝઘડો થતા મર્ડર થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાદમાં બાળકને સાથે લઇને અમદાવાદ આવવા નિકળી ગયો હતો. ત્યારબાદ શિવાંશને સ્વામિનારાયણ ગૌશાળામાં મૂક્યો હતો. ત્યાં તે રેગ્યૂલર ઘી અને દૂધ લેવા જતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રાતે મળેલુ બાળક સચિન દિક્ષિતનુ હોવાનુ બહાર આવ્યુ બાળકની ઓળખ પ્રસ્થાપિત થઈ છે. સચિન દિક્ષિત સેક્ટર 26મા રહે છે અને પતિ પત્નીના ઝઘડામાં બાળકને તરછોડ્યુ હતું. બાળકના પરિજનોની ઓળખ કરવામાં સફળતા મળી છે. બાળકને મૂકવા આવેલી કારની પણ ઓળખ થઇ ગઇ છે.