Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શિવાંશની માતા અંગે મોટો ખુલાસો- જાણો ક્યાંની છે શિવાંશની માતા

શિવાંશની માતા અંગે મોટો ખુલાસો- જાણો ક્યાંની છે શિવાંશની માતા
, રવિવાર, 10 ઑક્ટોબર 2021 (12:34 IST)
શિવાંશની માતા અંગે મોટો ખુલાસો- જાણો ક્યાંની છે શિવાંશની માતા 
 
ગૌશાળાના સેવકે પોલીસને જાણ કર્યા બાદ બાળકની કસ્ટડી લેવામાં આવી હતી અને બાદમાં પોલીસે બાળકના માતા પિતાની શોધખોળ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જો કે તપાસ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે.
 
આ મામલે પોલીસને સચિનની પૂછપરછમાં આ બાળકની માતા કોણ છે તે અંગે માહિતી મળી હોવાનો મોટો ખુલાસો થઈ રહ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં પેથાપુરમાં તરછોડાયેલા શિવાંશની માતા વડોદરાની હોવાની વિગતો સામે આવી રહી છે. જોકે, આ અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. 
 
ગાંધીનગરના પેથાપુરમાં બાળક મળવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. દંપતિની પૂછપરછ દરમિયાન પત્નીએ ચોંકાવનારો ખુલાસો કર્યો જેમાં  બાળક અને પતિના પ્રેમ સંબંધને લઈને પત્ની અજાણ હોવાનું સામે આવ્યું છે. પત્ની પોતાના પરિવાર સાથે રાજસ્થાન પિયરમાં પ્રસંગમાં ગઈ છે જ્યારે પતિ સચિન ગાંધીનગરમાં એકલો રહેતો હતો. પોલીસ તપાસમાં બાળક સચિન દિક્ષીતની પત્નીનું ન હોવાનું સામે આવ્યું છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર કાલે રાતે મળેલુ બાળક સચિન દિક્ષિતનુ હોવાનુ બહાર આવ્યુ બાળકની ઓળખ પ્રસ્થાપિત થઈ છે. સચિન દિક્ષિત સેક્ટર 26મા રહે છે અને પતિ પત્નીના ઝઘડામાં બાળકને તરછોડ્યુ હતું. બાળકના પરિજનોની ઓળખ કરવામાં સફળતા મળી છે. બાળકને મૂકવા આવેલી કારની પણ ઓળખ થઇ ગઇ છે.
 
ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. સમગ્ર રાજ્યની પોલીસને બાળકના ફોટા મોકલી અને એના વિશે તપાસ માટેની જાણકારી આપી દેવામાં આવી છે. બાળક મળ્યું હોવાની ઘટના મામલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે ત્રણ વાગ્યા સુધી સતત પોલીસવડાના સંપર્કમાં રહી તેના વિશે અપડેટ મેળવતા રહ્યા હતા. ત્યારે મહેનત રંગ લાવી છે અને 24 કલાકમાં જ સ્મિતના પિતા વિશે ભાળ મળી ગઇ છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર કાલે રાતે મળેલુ બાળક સચિન દિક્ષિતનુ હોવાનુ બહાર આવ્યુ બાળકની ઓળખ પ્રસ્થાપિત થઈ છે. સચિન દિક્ષિત સેક્ટર 26મા રહે છે અને પતિ પત્નીના ઝઘડામાં બાળકને તરછોડ્યુ હતું. બાળકના પરિજનોની ઓળખ કરવામાં સફળતા મળી છે. બાળકને મૂકવા આવેલી કારની પણ ઓળખ થઇ ગઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગીર-સોમનાથમાં સોમકમલમનું કર્યું ઉદઘાટન: સીઆર પાટીલે કહ્યું- 2022 માં યોગ્ય ઉમેદવારને જ મળશે ટિકીટ