રાજ્યમાં હાલ 23 ડેમ એવા છે જે છલોછલ થઇ ગયા છે. રાજ્યમાં સાત ડેમ એવા છે જેમાં 80થી 99% પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. 23 ડેમમાં 100% પાણી છે. જ્યારે 207 ડેમમાં 62.26% ટકાપાણી છે. સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ ખેડૂતોની આશાઓ જીવંત થઇ છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઝોન પ્રમાણે ડેમમાં પાણીની સ્થિતિ પર નજર કરીએ. જામનગરના 9 મોટા ડેમમાંથી 8 ડેમો 100 ટકા ભરાયા છે. ત્યારે આજી -4 ડેમ 70 ટકાથી વધુ ભરાઈ ગયો છે.ત્યારે રાજકોટના 7 મોટા ડેમમાંથી 5 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. ત્યારે વંથલી ખાતેનો ઓઝત-વેર ડેમ પણ 100 ટકા ભરેલો છે.
રાજ્યમાં હાઇ એલર્ટ પર રહેલા ડેમ: અમરેલીનો ધાતરવડી, બોટાદનો ખંભાડા, રાજકોટનો વેરી, ભાવનગરનો ખારો, તાપીનો દસવાડા, દેવભૂમિ-દ્વારકાનો કાબરકા, અમરેલીનો સૂરજવાડી, અમરેલીનો ધાતરવાડી-2, ભાવનગરનો શેત્રુંજી, જૂનાગઢનો બાંટવા-ખારો, રાજકોટનો આજી-2, અમરેલીનો ખોડિયાર, ગીર-સોમનાથનો રાવલ, મોરબીનો મચ્છુ-2 ડેમ હાલ હાઇએલોર્ટ પર છે. સૌરાષ્ટ્રના કુલ 141 ડેમોમાંથી 37 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.ત્યારે હાલમાં આ તમામ ડેમો હાઇ એલર્ટ પર છે.
રાજ્યમાં એલર્ટ પર રહેલા ડેમ: પોરબંદરનો સારણ, જામનગરનો ફુલઝાર, ગીર-સોમનાથનો મચ્છુન્દ્રી, નવસારીનો જૂજ, પંચમહાલનો હડફ, સુરેન્દ્રનગરનો ધોળીધજા અને ભાવનગરનો પીંગલી ડેમ હાલ એલર્ટ પર છે.