Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સોરાષ્ટ્રમાં ભારે વરસાદ,જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 35 ઈંચ વરસાદ

સોરાષ્ટ્રમાં ભારે વરસાદ,જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 35 ઈંચ  વરસાદ
, સોમવાર, 24 ઑગસ્ટ 2020 (19:02 IST)
હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે સવાર સુધીમાં વરસેલા કુલ વરસાદની ટકાવારી 102 ટકા નોંધાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં જોઈએ તેના કરતા 18 ટકા વધુ વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ વરસવાની આગાહી કરી છે.
webdunia
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનો મહત્વનો ગણાતો મોરબી-કચ્છ હાઈ-વે પાણી પાણી થઈ ગયો છે. હાઈ-વે પર મચ્છુ નદીના પાણી ફરી વળ્યા છે. જેને કારણે મોરબીથી કચ્છનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. હાઈવે પર પાણી ભરાતા કાર પણ ફસાઇ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા અને કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલ દોડી આવ્યા હતા 
webdunia
હાલારમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત બીજા દિવસે મેઘરાજાએ મુકામ કરતા આખા જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 35 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં જામનગરમાં 5 ઈંચ, કાલાવડમાં 3 ઇંચ, ધ્રોલમાં 6 ઈંચ, લાલપુરમાં 3 ઈંચ, જામજોધપુરમાં દોઢ ઈંચ, તો સૌથી વધારે જોડીયામાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી બાજુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જતાં પાકને નુકસાન થવાથી હવે તો મેઘરાજા ખમૈયા કરે તેમ ખેડૂતો ઇચ્છી રહ્યા છે.
webdunia
 
સૌરાષ્ટ્રમાં મેઘસવારી યથાવત રહી હતી અને 74 તાલુકા મથકોએ અડધાથી છ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે મોરબી જિલ્લાનાં આમરણ ચોવિસી પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં 15 ઈંચ જેવા વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી.
 
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વિસાવદર અને ગીરગઢડામાં મુશળધાર છ ઈંચ તો મોરબી અને ધોરાજી પંથકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે માળીયા હાટીના, માંગરોળ, માણાવદર, હળવદ, માળીયા મિંયાણા, તાલાલા, ધ્રાંગધ્રામાં ચાર ઈંચ તો ગોંડલ, જૂનાગઢ, જોડિયા, રાજુલા, ઉના, કોડિનાર, ખંભાળિયા, પોરબંદર, લીંબડીમાં ત્રણ ઈંચ વરસાદથી માર્ગો જળબંબોળ બન્યા હતાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતને ફાળવાયેલા ૭ તાલીમી IPS અધિકારીઓની વિજય રૂપાણીએ લીધી મુલાકાત