Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં થનારો ફ્લાવર શો રદ થયા બાદ હવે પતંગોત્સવ પણ રદ

ફ્લાવર શો રદ
, ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (12:56 IST)
રાજ્યમાં કોરોનાના કેસો વધતાં રાજય સરકારે 10થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો રદ કરવામાં આવ્યો છે.
ફ્લાવર શો રદ

એકતરફ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા ધર્માચાર્ય આશીર્વાદ સંમેલન યોજાયુ હતું. જેમાં અમદાવાદ શહેર ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે હવે ફલાવર શોમાં પણ હજારોની ભીડ ભેગી થાય અને કોરોના સુપર સ્પ્રેડર બને તે પહેલાં ફલાવર શો રદ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે.અમદાવાદમાં 8 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલાં ફ્લાવર શૉ પર રોક લગાવવા કોંગ્રેસના કોર્પોરેટરે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે શહેરમાં કોરોનાનાં કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફ્લાવર શૉ કરવો જોખમી સાબિત થઈ શકે છે. રોજે હજારો લોકો તેની મુલાકાતે આવે તો સંક્રમણ વધી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

84ની ઉમ્રના આ કાકાએ 11 વાર લીધા છે, કોરોના વેક્સીનનો ડોઝ, કારણ જાણીને ચોંકી જશો, કહ્યુ- 12મી વખત પણ આપી દો...