Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સાણંદમાં ભારતનો સૌથી મોટો મલ્ટી-મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થપાશે,50 હજાર કરોડના મૂડીરોકાણ સાથે 25 હજાર લોકોને રોજગારી મળશે

સાણંદમાં ભારતનો સૌથી મોટો મલ્ટી-મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થપાશે,50 હજાર કરોડના મૂડીરોકાણ સાથે 25 હજાર લોકોને રોજગારી મળશે
, શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (16:24 IST)
મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતીમાં રાજ્ય સરકાર અને અદાણી પોર્ટ એન્ડ એસ.ઇ.ઝેડ લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર સંપન્ન 
આ પાર્કમાં સ્થપાનાર એર કાર્ગો ટર્મિનલ 4.6 કિ.મી લંબાઈનો રનવે ધરાવતું હશે
 
રાજ્ય સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગે અદાણી પોર્ટસ એન્ડ SEZ લિમિટેડ સાથે સાણંદમાં ઓટોમોબાઇલ હબ નજીક વિરોચનનગરમાં ૧૪પ૦ એકર વિસ્તારમાં અંદાજિત રૂ. 50 હજાર કરોડના સંભવિત રોકાણ સાથે ભારતનો સૌથી વિશાળ મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થાપવા માટેના MoU કર્યા છે આ મલ્ટિ-મોડેલ લોજિસ્ટીક પાર્ક 25 હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીના અવસરો પૂરા પાડશે. રાજ્ય સરકાર વતી આ MoU પર મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ-ખાણ અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને અદાણી પોર્ટસ એન્ડ SEZ લિ. ના CEO કરણ અદાણીએ પરસ્પર હસ્તાક્ષર કર્યા હતા. 
આ પ્રોજેક્ટથી રાજ્યના લોજિસ્ટીક ખર્ચમાં માતબર ઘટાડો થશે
આ પાર્ક ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર તેમજ ગુજરાતના તમામ મુખ્ય બંદરો સાથે સીધું જોડાણ ધરાવનારો અદ્યતન સુવિધાયુકત પાર્ક બનશે. આ પ્રોજેક્ટથી રાજ્યના લોજિસ્ટીક ખર્ચમાં માતબર ઘટાડો થશે. આ પાર્ક દેશના અગ્રણી ઓટો હબ અમદાવાદ સાથે તેમજ આવનાર સમયમાં ગુજરાતમાં ઉભા થનારા અન્ય ઔદ્યોગિક ક્ષેત્રો સાથે કનેક્ટિવીટી પૂરી પાડવાનું શ્રેષ્ઠ માધ્યમ પણ બનશે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે આ પાર્કમાં સ્થપાનાર એર કાર્ગો ટર્મિનલ 4.6 કિ.મી લંબાઈનો રનવે ધરાવતું હશે, જેના પરિણામે અત્યંત મોટા માલવાહક વિમાનો કે હવાઈ જહાજોને હેન્ડલ કરી શકશે અને તેથી સ્થાનિક અને એક્સ્પોર્ટ માર્કેટ સાથે કનેક્ટિવીટી મળશે. 
તબક્કાવાર ત્રણ વર્ષમાં સમગ્ર પ્રોજેકટ પૂર્ણ કરવાનું આયોજન
આ પાર્કમાં રેલ ફ્રેઈટ ટર્મિનલ પણ હશે તેની દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટના ભાગરૂપ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર સાથે સીધી કનેક્ટિવીટી આપવામાં આવશે. 90 લાખ અહિં ચોરસ ફૂટ વિસ્તારમાં વેરહાઉસ ઝોન વિકસાવવામાં આવશે, જે એર ફ્રેઈટ સ્ટેશન (4.5 મેટ્રિક ટન), ગ્રેડ-એ વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાથી સજ્જ હશે. આ ઉપરાંત, આ પાર્કમાં 3 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બિઝનેસ સેન્ટર અને  લોજિસ્ટીક ક્ષેત્રે પ્રશિક્ષિત માનવબળ મળી રહે તે માટે એક અલાયદું સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર પણ સ્થાપવામાં આવશે. આ પાર્કની સ્થાપના અંગેની તમામ જરૂરી કાયદાકીય મંજુરીઓ મળ્યા બાદ છ મહિનામાં નિર્માણ કાર્ય શરૂ કરીને તબક્કાવાર ત્રણ વર્ષમાં સમગ્ર પ્રોજેકટ પૂર્ણ કરવાનું આયોજન છે.
આ પાર્કમાં આટલી સુવિધાઓ હશે
આ પાર્કમાં સ્થાપિત વેરહાઉસમાં 38 લાખ ચોરસ ફૂટમાં ટેક્સ્ટાઈલ, બલ્ક, ઈ-કોમર્સ અને બીટીએસ સુવિધાઓ; 9 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બોન્ડેડ વેર હાઉસીસ, 4 લાખ ગ્રેડ-એ પેલેટાઈઝ્ડ ફેસિલીટી અને 60,હજાર પેલેટ્સની ટેમ્પરેચર કન્ટ્રોલ્ડ પેલેટાઈઝ્ડ ફેસિલીટી હશે. 3.3 લાખ ક્ષમતા સામે આ કન્ટેનર યાર્ડમાં ચાર હેન્ડલીંગ લાઇન સાાથેના ટીઈયુ (ટ્વેંન્ટી ફૂટ ઈક્વીવેલન્ટ્સ) હશે. આ ઉપરાંત, અન્ય કાર્ગો હેન્ડલિંગ આંતરમાળખામાં સ્ટીલ કાર્ગો યાર્ડ 4 લાખ મે.ટન, કાર યાર્ડ (30,હજાર કાર), એગ્રી સિલોસ (1 લાખ મે.ટન), પીઓએલ ટેન્ક ફાર્મ (3.5 લાખ કે.એલ) અને સીમેન્ટ સિલોસ (1 લાખ મે.ટન) સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ થવાની છે. 
મલ્ટી-મોડેલ લોજિસ્ટીક પાર્કની વિશેષતાઓ: 
1450 એકર વિસ્તારમાં સ્થપાનારો આ પાર્ક ડેડીકેટેડ એર કાર્ગો કોમ્પ્લેક્સથી સજ્જ 
મલ્ટી-મોડેલ લોજિસ્ટીક પાર્ક ડાયરેકટ એર-રેલ અને રોડ કનેક્ટીવીટી પૂરી પાડશે
અંદાજે રૂ. 50 હજાર કરોડના મૂડીરોકાણ સાથે 25,000 લોકોને મળશે પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી
જરૂરી મંજૂરીઓ મેળવીને વધુમાં વધુ ૬ મહિનામાં પ્રોજેક્ટ શરૂ કરી તબક્કાવાર ત્રણ વર્ષમાં પ્રોજેકટ પૂર્ણ કરાશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેનેડામાં એડમિશન અપાવવાના બહાને ભત્રીજી પાસેથી 3 લાખ રૂપિયા પડાવનાર કાકા સહિત બે શખ્સ વિરૂદ્ધ ફરિયાદ