Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમરેલીમાં લકી કારને અપાઈ સમાધિ - આખા ગામ અને સંતોની હાજરીમાં મંત્રોચ્ચારથી વિદાય

અમરેલીમાં લકી કારને અપાઈ સમાધિ - આખા ગામ અને સંતોની હાજરીમાં મંત્રોચ્ચારથી વિદાય
, શુક્રવાર, 8 નવેમ્બર 2024 (11:17 IST)
Lathi Samadhi given to Lucky car-  અમરેલીના પાડરશીંગા ગામમાં સંજય પોલારાએ તેમની લકી કારને સંતો ની હાજરીમાં 1500 લોકોના જમણવારની સાથે કારને વિદાય આપી. 
 
ગુજરાતના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડરશીંગા ગામમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપીને સ્મારક બનાવ્યું છે. આ દરમિયાન વિધિ મુજબ પૂજા કરવામાં આવી હતી અને સમગ્ર ગામમાં ખૂબ જ ધામધૂમથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોની હાજરીમાં ખાડો ખોદીને કારને દફનાવવામાં આવી હતી. 
 
અમરેલીના લાઠી તાલુકાના પાદરશીંગા ગામમાં લોકો પૂરા ઉત્સાહ સાથે ઢોલ અને ડીજે વગાડી રહ્યા હતા. અહીં ખેડૂત સંજય પોલારાની જૂની કારને ફૂલોથી શણગારવામાં આવી હતી. સંતો-મહંતોની વિશેષ 
 
ઉપસ્થિતિમાં કારને જમીનમાં દાટી દેવા સમગ્ર ગામ ઉમટી પડ્યું હતું. સંજય પોલારાએ વર્ષ 2013-14માં આ કાર ખરીદી હતી. ખેડૂત સંજય પોલારાનું માનવું છે કે આ ફોર-વ્હીલરને કારણે તેમનું જીવન આગળ વધ્યું છે, તેથી તેઓ પોતાનું વાહન વેચવાને બદલે તેને સમાધિમાં આપવા માંગતા હતા. 
 
વિદાય પહેલાં કારને ફૂલોથી શણગારી
ફૂલોના માળાથી શણગારેલી કારને અંતિમ સંસ્કાર આપવામાં આવે તે પહેલાં ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. આ પછી, કારને સમાધિના ખાડામાં નીચે ઉતારવામાં આવી હતી, ત્યારબાદ બુલડોઝર વડે કાર પર માટી નાખવામાં આવી હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત, કંપનીઓ 1.4 લાખ કરોડનું કરશે રોકાણ