baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેલવે સ્ટેશન અને એરપોર્ટ પરપર કોરોના ટેસ્ટિંગ માટે ની વ્યવસ્થા વધારવામાં આવી

RTpcR negative report compulsory on railway station and airport
, શુક્રવાર, 2 એપ્રિલ 2021 (08:48 IST)
શહેરોમાં વસતા પરપ્રાંતિય લોકોનું પણ કોરોના વેકસીનેશન કરાશે
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને કચ્છ જેવા જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં વસેલા પરપ્રાંતિય શ્રમિકો-લોકોને પણ ઝડપથી કોરોના-કોવિડ-19 વેકસીનેશનમાં આવરી લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
 
રાજ્યમાં કોવિડ-19ની સ્થિતી સંદર્ભે નિયમીત રૂપે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળતી કોર કમિટિની બેઠકમાં થયેલી ચર્ચા-વિમર્શને પગલે મુખ્યમંત્રીએ રાજ્યમાં વસતા પરપ્રાંતિય નાગરિકો-લોકો જેમની ઉંમર ૪પ વર્ષથી વધુ છે તેમને કોવિડ-19 કોરોના રસીકરણ ઝડપથી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત જિલ્લા કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરોને તાકીદ કરી છે.
 
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સુરત શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતિય નાગરિકો-લોકોના સમાજના અગ્રણીઓને સાથે રાખીને ટેક્ષટાઇલ તેમજ ડાયમન્ડ એસોસિયેશનના પ્રતિનિધિઓના પરામર્શમાં રહીને પરપ્રાંતિય લોકો-પરિવારોના રહેણાંક-વિસ્તારમાં જ સત્વરે કેમ્પ યોજીને વેકસીનેશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં પણ આવા પરપ્રાંતિય લોકો માટે વેકસીનેશનની સ્ટ્રેટેજી બનાવી આ કામગીરી ઝડપથી ઉપાડવાની સૂચનાઓ જિલ્લા વહિવટીતંત્ર અને શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરોને આપી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવામાન વિભાગની આગાહી,રાજ્ય માં આગમી 5 દિવસોમાં ગરમી ની પારો 40ડિગ્રી ને પાર પહોંચે તેવી શકયતા