Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video - બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ , ડીસામાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ,

Webdunia
સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (20:23 IST)
ગુજરાતમાં હજુ પણ ૩ દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દાંતીવાડા અને ડીસામાં ભારે વરસાદને લીધે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. 

<

ગોંડલમાં પાણીના પ્રવાહમાં લોડિંગ રિક્ષા તણાઈ
ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ #Gujarat #Rain #flooding pic.twitter.com/aw12IxdOHI

— Kamit solanki (@Kamit09) September 27, 2021 >
 
અવિરત વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જોકે, લાંબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના ડીસામાં મેઘો મુશળધાર બન્યો છે. ડીસામાં વહેલી સવારથી અત્યાર સુધી 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. 

<

#Gujarat: 1.50 lakh cusecs of water being released from #Ukai in wake of #GulabCyclone. Heavy rain forecast in catchment area of Ukai. #Surat @collectorsurat @CommissionerSMC @CP_SuratCity @CMOGuj @timesofindia pic.twitter.com/F2MPOHnxhu

— Yagnesh (@YagneshmehtaTOI) September 27, 2021 >
 
ડીસામાં સવારના બે કલાકમાં પડ્યો 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. દાંતીવાડામાં પડેલ વરસાદના કારણે વાવધરા ગામના સૂકાભઠ વહોળામાં પાણી આવ્યુ છે. અવિરત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
 
જેમાં ગઈકાલે મોડી સાંજે દાંતીવાડામાં બે કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબકયા બાદ આજે વહેલી સવારે ડીસામાં પણ 3 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ડીસામાં આખોલ ચાર રસ્તા પાસેની દુકાનો પાણી ભરાયા છે.

<

"વીજળીનો ગડગડાટ, મેહુલિયો થનગનાટ"#mehsana #Rain #Gujarat pic.twitter.com/PIPnMi8AF4

— Bharatdan Gadhavi (@BharatdanGadhv4) September 27, 2021 >
 
શહેરની લગભગ 100 જેટલી દુકાનોમાં 5 ફૂટ જેટલું પાણી ભરાયું છે. દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને લાખ્ખોનું નુકશાન થયું છે. સવારથી આ દુકાનદારોએ દુકાનોમાંથી પાણી બહાર કાઢવા માથાપચ્ચી કરી રહ્યાં છે. ડીસામાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

<

This is the state of Ghatlodiya, CM @Bhupendrapbjp’s constituency in the heart of Ahmedabad, in just 15 minutes of heavy rain. #AhmedabadrRains #Gujarat #Ahmedabad pic.twitter.com/N5KfzdDdgk

— Saral Patel (@SaralPatel) September 27, 2021 >
 
તો બીજી તરફ, પાટણ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. પાટણ શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું છે. પાટણ, કમલીવાડા, રાજપુર, હાજીપૂર, હાસાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી છે. ભારે પવન અને ગાજવીજ સાથે ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબી આતુરતા બાદ આખરે ઉત્તર ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. હજી પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. હજી સુધી પણ સીઝનનો માત્ર 50 ટકા વરસાદ જ વરસી ચૂક્યો છે. ગત સાંજથી ડીસા, દાંતીવાડામાં વરસાદ વરસી રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments