Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંબાજી દર્શન કરતાં વાંચી લેજો મહત્વના સમાચાર, 5 દિવસ બંધ રહેશે રોપ વે

Read important news while visiting Ambaji
, સોમવાર, 9 જાન્યુઆરી 2023 (12:34 IST)
શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.અંબાજી થી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલું છે.અહી યાત્રીકો માટે રોપ વે આવેલો છે.અહી મેઇન્ટેનન્સ ને પગલે ગબ્બર રોપ વે 5 દીવસ બંધ રહેશે.
 
આ અંગેની માહીતી ઉષા બ્રેકો દ્રારા માહિતી આપવામાં આવી હતી. આગામી 9/1/23 થી 13/1/23 સુધી બંધ રહેશે.14/1/23 થી રોપ વે સર્વિસ રાબેતા મુજબ શરૂ થશે.અંબાજી ગબ્બર રોપ વેનું મેઇન્ટેનન્સ પૂર્ણ થયા બાદ દર્શન શરૂ રહેશે.
 
ગબ્બર ચાલતા જવાના 999 પગથીયા છે અને ઉતરવાના 765 પગથીયા છે. ગબ્બર અખંડ જ્યોત ના દર્શન ભક્તો માટે ચાલુ રહેશે. રોપવે બંધ રહેશે પણ ગબ્બરના તમામ દર્શન ખુલ્લા રહેશે.1998 મા કેશુભાઈ પટેલ ના હસ્તે રોપવે શરૂ થયો હતો. વર્ષમાં સમય પ્રમાણે સર્વિસ થતી હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video - કળયુગમાં પહેલીવાર જીવતા જોવા મળ્યા જટાયુ !! સાક્ષાત રૂપ જોઈને લોકોએ બોલાવી વન વિભાગની ટીમ