Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગરબાનો અનોખો અનુભવ કરાવવા માટે રાસ લીલા 2019નું આયોજન, ખેલૈયાઓને મળશે ઝૂમવાનો મોકો

ગરબાનો અનોખો અનુભવ કરાવવા માટે રાસ લીલા 2019નું આયોજન, ખેલૈયાઓને મળશે ઝૂમવાનો મોકો
અમદાવાદ: , શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (13:55 IST)
જે.પી. ઈવેન્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટ દ્વારા આ વખતે ગુજરાતીઓને ગરબાનો અનોખો અનુભવ કરાવવા માટે રાસ લીલા 2019 નામથી નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું છે. નવરાત્રીના નવે નવ દિવસ ગીતાંજલી પાર્ટીપ્લોટ, સિંધુ ભવન ઔડા ગાર્ડન અમદાવાદ ખાતે નવલી નવરાત્રીનું સુંદર આયોજન કરાશે. જેમાં ખાસિયત એ છે કે, છેલ્લા 28 વર્ષથી ગરબામાં મોખરાનું નામ તેવા દીપ્તીબેન પાઠક અને સિંગર અને અભિનેતા શૌ નક વ્યાસ સાથે ગરબા ગાશે. દીપ્તિ પાઠક જેમના નામથી જ ગ્રાઉન્ડ ભરાઈ જાય તેવા દીપ્તિ બેનના લખેલા ગરબાઓ સાંભળવાનો અને એમના તાલે ઝૂમાવાનો મોકો અમદાવાદના ખેલૈયાઓને મળશે.
webdunia
આ અંગે નવરાત્રીનું આયોજન કરી રહેલા જે.પી. ઈવેન્ટ એન્ટરટેઈનમેન્ટ ઓનર એવા એવા દીપ્તિ પાઠક અને રાજેશ પાઠકે જણાવ્યું હતું કે, ગીતાંજલી પાર્ટીપ્લોટમાં ખેલૈયાઓને રમવા માટે 5,000 વારનો પ્લોટ મળી રહેશે. જ્યાં પાર્કિગની સરસ સુવિધા પણ છે. જેથી 3,500 લોકો આરામથી અહીં ગરબા રમી શકે છે. આ સાથે અન્ય લોકો ગરબા નિહાળવા પણ આવશે તેની પણ વ્યવસ્થા કરાઈ છે. 
webdunia
આ નવ દિવસમાં 40થી લઈને 50 હજાર સુધીની સંખ્યામાં લોકો આવશે. આ સાથે સાંભળવું ગમે તેવું સુમધુર મ્યુઝિક અને રોશનીથી ઝળહળતુ ડેકોરેશન અલગ પ્રકારની લાઈટોથી કરવામાં આવશે. આ સાથે નવરાત્રીમાં માં જગદંબાની આરાધના કરવાની હોય છે જેથી અહીં ફક્ત પરંપરાગત જ ગરબાઓ ગાવામાં આવશે. દીપ્તિ પાઠક અને સૌનક વ્યાસ દ્વારા નવે નવ દીવસમાં એક પણ ગરબો રીપિટ કરવામાં નહીં આવે.  
webdunia
જેમના નામ માત્રથી લોકો દુર દુર સુધી ગરબા રમવા માટે આવે છે સિંગર એવા દીપ્તિબેન 15 વર્ષથી ગરબાનું પોતાનું ગ્રુપ ચલાવતા આવ્યા છે તેમાં પણ માહોલ કે નવા આવેલા ગેસ્ટને ધ્યાનમાં રાખીને ઈન્સ્ટન્ટ ગરબા ગાઈ શકે છે. જેથી અહીં પણ તેમની આ ખાસ સ્કિલ જોવા મળશે. તેમાં પણ ખેલૈયાઓની મનપંસદ એવી રાસ ગરબા કોમ્પિટિશન પણ યોજવામાં આવશે જેમાં ખેલૈયાઓ માટે આકર્ષક ઈનામો જ્યુરી દ્વારા નક્કી કરવામાં આવશે તે પ્રકારની તમામ વ્યવસ્થાઓ ગીતાંજલી પાર્ટીપ્લોટમાં રમવા માટે આવતા ખેલૈયાઓ માટે કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવસારીમાં મહિલાઓએ દારુના અડ્ડાઓ પર હલ્લાબોલ કર્યો