Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટ: પાયલોટની હઠને કારણે ફ્લાઈટ ન ઉડી

rajkot news
, સોમવાર, 24 જુલાઈ 2023 (10:54 IST)
Air India ની ફ્લાઈટના પાયલોટની હઠના કારણે ફ્લાઈટ ન ઉડી. ફ્લાઇટના પાયલોટે હઠ પકડી કે, મારી નોકરી પૂરી થઈ, એટલે હું પ્લેન નહિ ઉડાડું. ત્યારે આ કારણે રાજકોટ એરપોર્ટથી રાત્રે ૮:૦૦ વાગ્યે દિલ્હી તરફ જતી ફ્લાઇટએ ઉડાન ન ભરી. પાયલોટની જીદને કારણે ત્રણ સાંસદો સહિત ૧૦૦ મુસાફરો રઝળી પડયા હતા. 
 
શું છે સમગ્ર મામલો 
બન્યુ એમ હતું કે, ગત રવિવારે રાજકોટ એરપોર્ટ પર રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ લેન્ડ થઈ હતી. આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમય પર હતી. દિલ્હીની ફ્લાઈટ રાજકોટ લેન્ડ થયા બાદ મુસાફરો પ્લેનમાંથી ઉતરી ગયા હતા અને દિલ્હી જનારા મુસાફરો પ્લેનમાં બેસી ગયા હતા. પરંતુ અહી જોવા જેવી થઈ હતી. કારણે દિલ્હીથી રાજકોટ આવેલી એર ઇન્ડિયાની આ ફ્લાઈટના મુખ્ય પાઇલટના કામના કલાકો પૂરા થઇ ગયા હતી. તેની શિફ્ટ પૂરી થઈ હતી. તેથી તેણે ફરીથી ફ્લાઈટ દિલ્હી લઇ જવાની ના પાડી હતી. 
 
પાઈલટ પોતાની જીદ છોડવા તૈયાર ન હતો. આખરે આખી ફ્લાઈટ કેન્સલ કરી દેવાઈ હતી. અંતે રવિવારે રાત્રે 11 વાગ્યે આ ફ્લાઈટને રદ જાહેર કરવામાં આવતા યાત્રિકો રઝળી પડ્યા હતા. આખરે રાતે 11 વાગ્યે મુસાફરો અટવાયા હતા. જેથી નિર્ણય લેવાયો કે, સોમવારથી દિલ્હીથી બીજો પાયલટ આવે ત્યારે જ ફ્લાઈટ ઉડાન ભરશે. જોકે, હજી સુધી આ ફ્લાઈટે ઉડાન ભરી નથી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rain Alert- વરસાદ: ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ