Rajkot's stadium- અમદાવાદ બાદ રાજકોટ ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. ખંઢેરી સ્ટેડિયમને નિંરજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. SCA સ્ટેડિયમ હવે નિરંજન શાહ નામથી ઓળખાશે.
SCA સ્ટેડિયમ હવે નિરંજન શાહ નામથી ઓળખાશે. 1987માં પેહલી આંતરરાષ્ટ્રિય વન ડે મેચ લાવવામાં શાહની મુખ્ય ભૂમિકા..રાજકોટ અને સૌરાષ્ટ્રને લોર્ડસની યાદ અપાવતું ક્રિકેટ સ્ટેડીયમ બનાવવામાં નિરંજનભાઇ શાહનો સુવર્ણ ફાળો છે. 2006માં આ સ્ટેડીયમનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું
કોણ છે નિરંજન શાહ
રાજકોટ અને સૌરાષ્ટ્રને લોર્ડસની યાદ અપાવતું ક્રિકેટ સ્ટેડીયમ બનાવવામાં નિરંજનભાઇ શાહનો સુવર્ણ ફાળો છે. નિરંજન શાહ 2 વખત BCCI ના સેક્રેટરી રહી ચૂક્યા છે. નિરંજન શાહના પ્રયાસોથી રાજકોટનું આ નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. અતિ આધુનિક ટેકનોલોજીથી આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નિરંજન શાહ (79) લગભગ ચાર દાયકા સુધી SCA સેક્રેટરી હતા, અને BCCI સેક્રેટરી તરીકે પણ સેવા આપી હતી.