Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rajkot Fire Incident: રાજકોટમાં આવેલ નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, અગ્નિશમનનો કાફલો હાજર

gopal snake
અમદાવાદ. , બુધવાર, 11 ડિસેમ્બર 2024 (17:33 IST)
gopal snake
 ગુજરાતના રાજકોટની જાણીતી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ લાગી ગઈ. નજારો જોતા લાગી રહ્યુ હતુ કે આગે વિકારાળ રૂપ ધારણ કરી લીધુ છે અને ધુમાડાનો ગુબ્બાર દૂર સુધી જોવા મળી રહ્યો છે. ઘટનાની માહિતી મળતા અગ્નિશમન વિભાગ ઘટનાસ્થળ પર પહોચી ગયો છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 
 
મળતી માહિતી મુજબ રાજકોટના લોધિકા તાલુકામાં મેટોડા જીઆઈડીસી સ્થિત ગોપાલ નમકીન ફેક્ટરીની ઉત્પાદન એકમમાં આજે સવારે આગ લાગી ગઈ. જોત જોતામાં આગે ભયાનક રૂપ ધારણ કરી લીધુ. જેનાથી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા.  આગ લાગવાથી ફેક્ટરીમાં કામ કરનારા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ.   આગ લાગવાની ઘટના પછી આસપાસના લોકો જમા થઈ ગયા. થોડીવાર સુધી ઘટનાસ્થળ પર અફરા તફરી મચી ગઈ. 
 
 આગ લાગવાની ઘટનાની માહિતી અગ્નિશમન વિભાગની ટીમને આપવામાં આવી. જ્યારબાદ અગ્નિશમન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોચી. અગ્નિશમન કર્મચારેઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.  ભીષણ આગ પછી રાજકોટથી અગ્નિશમન વિભાગની  ટીમ પણ મોકલવામાં આવી છે. આગ છેલ્લા ત્રણ કલાકથી ભડકી છે અને અત્યાર સુધી તેના પર કાબુ મેળવી શકાયો નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lookback2024_Politics: ભારતમાં 2024 ચૂંટણી, નરેન્દ્ર મોદી ત્રીજીવાર બન્યા PM, અનેક રાજ્યોમાં જોવા મળ્યુ સત્તા પરિવર્તન