baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યના ૫૦ તાલુકાઓમાં વરસાદ, ધાનેરામાં 3 ઇંચ, મેઘરજ, ડીસા, સુરત શહેર અને મેંદરડામાં 2 ઇંચ વરસાદ

૫૦ તાલુકાઓમાં વરસાદ
અમદાવાદ: , ગુરુવાર, 4 જુલાઈ 2019 (12:22 IST)
રાજ્યમાં ધીમી ધારે વરસાદી માહોલમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૫૦ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૦૪/૦૭/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ૭૪ મી.મી. એટલે કે ત્રણ ઇંચ જેટલો જ્યારે ડીસામાં ૬૦ મી.મી., મેઘરજમાં ૬૧ મી.મી., સુરત શહેરમાં ૫૯ મી.મી. અને મેંદરડામા ૫૦ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 
૫૦ તાલુકાઓમાં વરસાદ
આ ઉપરાંત લાખણી, અમીરગઢ, રાણપુર, કવાંટ, વઢવાણ, હાલોલ, વીરપુર, અમરેલી, પાલનપુર, ઠાસરા, ગોધરા, ભીલોડા, કોટડા સાંગાણી, બાલાસિનોર, ચોર્યાસી મળી કુલ ૧૬ તાલકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૨૯ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૬.૫૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૬.૨૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૫.૮૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૩.૬૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૮.૦૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૮.૩૪ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budget Special - છેલ્લા 4 વર્ષમાં ભારતીય રેલવેએ બાળકોની ટિકિટ દ્વારા 1500 કરોડની કરી કમાણી