Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના ૧૩૬ તાલુકાઓમાં વરસાદ : જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસાદ

ગુજરાત
, શનિવાર, 18 ઑગસ્ટ 2018 (12:42 IST)
રાજ્યમાં વરસાદની બીજી ઇનીંગ શરૂ થઇ છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ-ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.
ગુજરાત


જેમાં કપડવંજ તાલુકામાં ૧૫૦ મી.મી. એટલે કે ૬ ઇંચ, ગોધરા તાલુકામાં ૧૩૪ મી.મી. અને માતર તાલુકામાં ૧૨૨ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 
ગુજરાત

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ચોવીસ કલાક દરમિયાન કલોલ (ગાંધીનગર) તાલુકામાં ૧૧૧ મી.મી., સાણંદ અને શહેરામાં ૧૧૦ મી.મી., સાયલામાં ૧૦૬ મી.મી., અમદાવાદ શહેરમાં ૧૦૪ મી.મી., જેતપુરા-પાવીમાં ૧૦૩ મી.મી. અને બાલાશિનોરમાં ૧૦૦ મી.મી., ગળતેશ્વર અને બાવળામાં ૯૯ મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
ગુજરાત


આ ઉપરાંત પેટલાદમાં ૫૬ મી.મી., ખેડા-વસો-વઘઇમાં ૯૫ મી.મી., ખંભાતમાં ૯૭ મી.મી., મૂળી અને મહેમદાવાદ અને ડભોઇમાં ૮૯ મી.મી., માંગરોળમાં ૮૮ મી.મી., ચોટીલામાં ૮૭ મી.મી., તારાપુરમાં ૮૬ મી.મી., દહેગામમાં ૮૫ મી.મી., આણંદમાં ૮૩ મી.મી., વાગરામાં ૮૧ મી.મી., કઠલાલમાં ૮૦ મી.મી., કડીમાં ૭૯ મી.મી., પોશીના અને નડિયાદમાં ૭૮ મી.મી., મહુધામાં ૭૬ મી.મી., માણસા અને વઢવાણમાં ૭૪ મી.મી. મળી કુલ ૨૧ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયેલ છે. જ્યારે વ્યારા તાલુકામાં ૭૨ મી.મી., ધ્રાંગધ્રામાં ૭૧ મી.મી., દાંતીવાડામાં ૭૦ મી.મી., બોરસદમાં ૬૯ મી.મી., મેઘરજમાં ૬૬ મી.મી., લીંબડીમાં ૬૫ મી.મી., હિંમતનગર અને બરવાળામાં ૬૪ મી.મી., કરજણમાં ૬૩ મી.મી., મોડાસા અને ધંધુકામાં ૬૧ મી.મી., ગાંધીનગર અને હાલોલમાં ૫૮ મી.મી., ભચાઉમાં ૫૭ મી.મી., વડોદરામાં ૫૬ મી.મી., ઉમરપાડામાં ૫૫ મી.મી., ઇડર અને કાલોલમાં ૫૪ મી.મી., સતલાસણા, ધોળકા, દેવગઢ-બારીયામાં ૫૩ મી.મી., વડાલી, લખતરમાં ૫૨ મી.મી. અને વલ્લભીપુરમાં ૫૧ મી.મી. મળી કુલ ૨૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ જ્યારે અન્ય ૭૩ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ગુજરાત


આ સાથે ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૦૩ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૧૬.૨૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૪.૦૮ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૫૨.૦૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૪.૦૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૮૧.૦૩ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.આજે સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ કલાક દરમિયાન ગાંધીધામ તાલુકામાં ૮૦ મી.મી. અને અંજાર તાલુકામાં ૭૨ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ત્રણ ઇંચ, જ્યારે ધ્રાંગધા, ચુડા, વઘઇ અને વાંકાનેરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ગુજરાત



ગુજરાત


ગુજરાત

 

 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેરલમાં 100 વર્ષમાં સૌથી ભયાનક પૂર, તસ્વીરોમાં જુઓ કેરલનો જલપ્રલય