Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 25.60% વરસાદ

Webdunia
બુધવાર, 8 જુલાઈ 2020 (21:25 IST)
ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ ધમાકેદાર શરૃઆત કરી છે અને અત્યારસુધીની સિઝનમાં સરેરાશ ૮.૩૭ ઈંચ સાથે મોસમનો ૨૫.૬૦% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રસપ્રદ રીતે ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો સૌથી વધુ ૫૧.૩૯% વરસાદ કચ્છમાં પડયો છે. ગુજરાતમાં જૂન માસમાં ૪.૮૧ ઈંચ જ્યારે જુલાઇમાં અત્યારસુધી ૩.૫૬ ઈંચ સરેરાશ વરસાદ પડયો છે. રાજ્યમાં હાલ સહેજપણ વરસાદ ના પડયો હોય તેવો એકપણ તાલુકો નથી. ૧૨ તાલુકામાં ૧.૧૯ ઈંચ સુધી, ૬૫ તાલુકામાં ૨થી ૪.૯૨ ઈંચ સુધી, ૧૦૪ તાલુકામાં ૪.૯૬ ઈંચથી ૯.૮૪ ઈંચ, ૫૪ તાલુકામાં ૯.૮૮ ઈંચથી ૧૯.૬૮ ઈંચ, ૧૫ તાલુકામાં ૧૯.૭૨થી ૩૯.૩૭ ઈંચ જ્યારે ૧ તાલુકામાં ૩૯.૩૭ ઈંચથી વધુ વરસાદ પડયો છે. રાજ્યમાં અત્યારસુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૩૯.૭૬ ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી ૬.૪૯ ઈંચ વરસાદ પડયો છે, જેમાં અમદાવાદ શહેરમાં ૮.૯૩ વરસાદ નોંધાયેલો છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત વરસાદમાં અગ્રેસર હોય છે. પરંતુ આ વખતે અત્યારસુધીની પરિસ્થિતિ તદ્દન અલગ છે. જેની ગણના વરસાદને મામલે રાજ્યના કોરાધાકોર જિલ્લામાં થાય છે તે કચ્છમાં ૫૧.૩૯% અને સૌરાષ્ટ્રમાં ૪૯.૭૧% વરસાદ પડયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્રમાં બાગિયોએ વધારી ટેંશન, મહાયુતિ અને MVAના અનેક નેતા નૉટ રિચેબલ

રોહિત શર્માએ કરી સંન્યાસની જાહેરાત, કહ્યું 'હું હવે ટીમ ઈન્ડિયા માટે ઉપલબ્ધ નથી..'

ક્રિકેટર રિદ્ધિમાન સાહાએ ક્ષેત્ર સન્યાસની જાહેરાત કરી

Traffic challan on whatsapp - ટ્રાફિક ચાલાનને લઈને મોટા સમાચાર, વોટ્સએપ દ્વારા મળશે ચાલાન, પેમેન્ટ પણ થશે સરળ!

અમરેલીમાં કારમાં રમી રહ્યા હતા ચાર બાળકો, અચાનક દરવાજો થયો લોક, દમ ઘૂંટાવવાથી ચાર બાળકોના મોત

આગળનો લેખ
Show comments