અમાદાવાદ, રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ વરસી રહયો છે. જે માટે વાતાવરણમાં સર્જાયેલી સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમ આભારી છે તેમ હવામાન શાસ્ત્રી જયંત સરકારે જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગૃપની સાપ્તાહિક મીટીંગમાં રાજ્યની વરસાદી સ્થિતિનું અવલોકન કરતા સરકારે વધુમાં જણાવ્યું કે, સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમને કારણે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે, ક્યાંક ભારે વર્ષા પણ થઇ શકે. રાજ્યમાં આ વરસાદી માહોલ બે દિવસ સુધી ચાલુ રહેશે.