baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rain in Gujarat - જાણો ગુજરાતમાં ક્યા કેટલો વરસાદ પડ્યો (જુઓ ફોટા)

ગુજરાતમાં ક્યા કેટલો વરસાદ
ગાધીનગર, , મંગળવાર, 26 જૂન 2018 (15:46 IST)
છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. રાજયના ૬૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૨૬-૬-૨૦૧૮ને સવારે ૭.૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૨૯૪ મી.મી. એટલે કે બાર ઈંચ જેટલો, વલસાડ તાલુકામાં ૨૮૮ મી.મી. એટલે કે અગિયાર ઈંચ,  વાપીમાં ૨૫૧ મી.મી. એટલે કે દસ ઈંચ, ડાંગ જિલ્લાના વઘઈમાં ૨૨૪ મી.મી. એટલે કે નવ ઈંચ અને અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ૨૦૯ મી.મી. એટલે કે આઠ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
 
ગુજરાતમાં ક્યા કેટલો વરસાદ


રાજ્યના વડોદરા તાલુકામાં ૧૭૫ મી.મી., નેત્રંગમાં ૧૮૧ મી.મી., ડોલવણમાં ૧૭૧ મી.મી., માંગરોળમાં ૧૭૪ મી.મી. મળી કુલ ચાર તાલુકામાં સાત ઈંચ, ચીખલી તાલુકામાં ૧૫૨ મી.મી. અને ખેરગામમાં ૧૬૮ મી.મી. મળી કુલ બે તાલુકામાં છ ઈંચ, વાલિયામાં ૧૩૬ મી.મી.,
ગુજરાતમાં ક્યા કેટલો વરસાદ

ઉમરપાડામાં ૧૩૦ મી.મી., વાંસદામાં ૧૨૫ મી.મી. મળી કુલ ૩ તાલુકામાં પાંચ ઈંચથી વધુ અને વિજયનગર તાલુકામાં ૧૧૦ મી.મી., કપડવંજમાં ૧૦૬ મી.મી., વાલોડમાં ૧૦૬ મી.મી., કામરેજમાં ૧૦૫ મી.મી. મળી કુલ ચાર તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 
ગુજરાતમાં ક્યા કેટલો વરસાદ

આ ઉપરાંત ભીલોડામાં ૮૭ મી.મી., કરજણમાં ૮૩ મી.મી., વાઘોડિયામાં ૭૬ મી.મી., અંકલેશ્વરમાં ૮૮ મી.મી. મળી કુલ ચાર તાલુકામાં ત્રણ ઈંચથી વધુ અને હિંમતનગર તાલુકામાં ૬૯ મી.મી., પોશીનામાં ૬૯ મી.મી., ગળતેશ્વરમાં ૫૯ મી.મી., આણંદમાં ૫૯ મી.મી., જેતપુર-પાવીમાં ૫૨ મી.મી., કલોલમાં ૬૧ મી.મી., ધાનપુરમાં ૫૧ મી.મી.,લીમખેડામાં ૭૩ મી.મી., તીલકવાડામાં ૫૨ મી.મી., ડેડીયાપાડામાં ૬૬ મી.મી., વઘઈમાં ૫૨ મી.મી., મહુવામાં ૭૧ મી.મી., ગણદેવીમાં ૫૮ મી.મી. મળી કુલ ૧૩ તાલુકામાં બે ઈંચથી વધુ જયારે અન્ય ૩૦ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 
ગુજરાતમાં ક્યા કેટલો વરસાદ



Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસમાં ઈમર્જન્સીની વરસીએ કટોકટી, યુથ કોંગ્રેસના કાર્યકરોએ પ્રદેશ કાર્યાલયમાં તોડફોડ કરી