ગુજરાતમાં ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ સુધી ૧૬.૫૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૫૦% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૭ સપ્ટેમ્બરે વડોદરા-છોટા ઉદેપુર-ભરૃચ-સુરત-વલસાડ-રાજકોટ-જામનગર-પોરબંદર-જુનાગઢ-અમરેલી-ભાવનગર-દ્વારકા-ગીર સોમનાથ-કચ્છ-દીવ, ૮ સપ્ટેમ્બરે નવસારી-વલસાડ-ખેડા-આણંદ-દાહોદ-વડોદરા-નર્મદા-ભરૃચ-સુરત-ડાંગ-તાપી-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-દીવ, ૯ સપ્ટેમ્બરે જુનાગઢ-ભાવનગર- અમરેલી-ગીર સોમનાથ-રાજકોટ- વડોદરા-ભરૃચ-સુરત-નવસારી-ગાંધીનગર-અરવલ્લી-ખેડા-અમદાવાદ-આણંદ-પંચમહાલ-દાહોદ, ૧૦ સપ્ટેમ્બરે ગીર સોમનાથ-અમદાવાદ-આણંદ-પંચમહાલ-દાહોદ-છોટા ઉદેપુર-નર્મદા-સુરેન્દ્રનગર-જુનાગઢ-અમરેલી-બોટાદ-દીવ-અરવલ્લી-મહીસાગર-નવસારી-વલસાડમાં જ્યારે ૧૧ સપ્ટેમ્બરે ગાંધીનગર-ખેડા-અમદાવાદ-સુરત-નવસારી-ગીર સોમનાથ-બોટાદ-દીવમાં ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં આજે ૩૫.૭ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં આગામી ૮થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં સપ્ટેમ્બરમાં ૨૦૧૯માં કુલ ૧૩.૫૧ ઈંચ, ૨૦૨૦માં ૪.૭૦ ઈંચ વરસાદ નોંધાયો હતો.