Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આ તારીખે ભારે વરસાદની આગાહી

Webdunia
મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (12:09 IST)
રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં 12મી ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે તેમ હવામાન વિભાગના નિયામક જયંતા સરકારે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગરના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
 
જ્યારે આગામી 13મી ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના લીધે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. આગામી દિવસોમાં ગુજરાતના હવામાન ઉપર ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જેના કારણે રાજ્યનાં ઉત્તર ગુજરાતમાં 13મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના અમીરગઢ અને દાંતીવાડા તેમજ સુરતના મહુવામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતિ અને સિદ્ધપુર, નવસારીના વાસદા, સાબરકાંઠાના પોશિના અને ડાંગના વધઇમાં બે ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. 
 
સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ ઉમરપાડામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહુવામાં 2.10 ઈંચ, બારડોલીમાં 1 ઇંચ, ચોર્યાસી અને પલસાણામાં 1.25, માંગરોળમાં 20, ઓલપાડ અને માંડવીમાં 12 મિમી અને કામરેજ અને સુરત સીટીમાં 8 મિમી વરસાદ નોંધાયો છે.
 
હવામાન વિભાગ દ્વારા બે દિવસ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાપીના દોલવનમાં સવા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments