Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરબા અને દાંડિયા રાસના થનથનાટ વચ્ચે વરસાદ પણ બોલાવશે રમઝટ

rain where
, શનિવાર, 20 સપ્ટેમ્બર 2025 (18:43 IST)
ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં થોડા દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે.
 
એકાદ અઠવાડિયા અગાઉ ધોધમાર વરસાદનો સામનો કરનાર રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હાલ છૂટોછવાયો અને ધીમી ધારે વરસાદ પડતો દેખાઈ રહ્યો છે.
 
ચોમાસું હવે વિદાય તરફ આગળ વધી ચૂક્યું છે ત્યારે ફરી એક વાર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.
 
નોંધનીય છે કે ગુજરાતમાં આગામી 22 તારીખથી આસો નવરાત્રિની શરૂઆત થવાની છે. ત્યારે આગાહી પ્રમાણે નવરાત્રિના શરૂઆતના દિવસોમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે
 
ભારતના હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ ખાતે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
 
આવી જ રીતે રવિવાર, સોમવાર અને મંગળવારે પણ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
 
20 સપ્ટેમબરે દીવ, દમણ, દાદર અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.
 
તેમજ આ જ દિવસે ભરૂચ અને સુરત જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs PAK: "તમારો રૂમ, ફોન બંધ કરો.. અને સૂઈ જાવ .. સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા આપ્યુ મોટુ નિવેદન