Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કેજરીવાલની ધરપકડને લઈ ગુજરાતમાં વિરોધ, ઇસુદાન સહિત કાર્યકરોની અટકાયત

protest in Gujarat over Kejriwal's arrest,
, શુક્રવાર, 22 માર્ચ 2024 (13:12 IST)
- સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાના મીની બજાર ખાતે વિરોધ પ્રદર્શન
- 20થી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી

protest in Gujarat over Kejriwal's arrest,

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ગતરોજ ધરપકડ કરવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વરાછાના મીની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને પગલે વિરોધ કરી રહેલા 20થી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી હતી. આ સાથે વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવારની પણ અટકાયત કરાઇ હતી. જોકે રાજકોટનાં કિશાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો છે.
webdunia
protest in Gujarat over Kejriwal's arrest,

ટ્રાફીકથી વ્યસ્ત આ ચોક પર શરૂઆતમાં નારેબાજી બાદ રસ્તો રોકી દેવામા આવતા પોલીસે ટીંગાટોળી કરી 40થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની વિરોધ મામલે ધરપકડ કરવામાં આવી છે.દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચની સાંજે ED દ્વારા દારૂ નીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલે ED લોકઅપમાં રાત વિતાવી. આજે સુરતમાં આપ અને કોંગ્રેસ દ્વારા ગઠબંધનમાં કેજરીવાલની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં વરાછાના મીનીબજાર ખાતે વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના નેતાઓ એકઠા થયા હતા. પોલીસને પહેલાથી જાણ હોવાથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.
webdunia
protest in Gujarat over Kejriwal's arrest,

મીની બજાર ખાતે ધીમે ધીમે આપ અને કોંગ્રેસના નેતાઓ એકઠા થઈ રહ્યા હતા. પોલીસનો મોટો કાફલો હોવાના કારણે એક સમયે વિરોધ પ્રદર્શનનું લોકેશન પણ ચેન્જ કરવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. દરમિયાન આપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મીની બજાર ખાતે એકઠા થઈ ગયા હતા. વિરોધ કરવાનો ચાલુ કરતા જ પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.આપ અને કોંગ્રેસના વિરોધમાં વિવિધ બેનરો અને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. 'જબ જબ ભાજપ ડરતી હૈ સબ ઇડી કો આગે કરતે હૈ', 'ભાજપ હાય હાય' જેવા બેનરો સાથે વિરોધ કરી રહેલા અને કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી સાથે પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. આ સાથે જ સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ વિરોધમાં જોડાતા તેમની પણ અટકાયત કરી લેવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જોમેટોના સીઈઓ દીપિંદર ગોયલે મેક્સિકન ઉદ્યમી ગ્રેસિયા મુનોજથી લગ્ન કરી લીધા છે.