Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પ્રો કબડ્ડી સિઝન 7: આજે ગુજરાત જાયન્ટસ દબંગ દિલ્હીને આપશે ટક્કર

પ્રો કબડ્ડી સિઝન 7: આજે ગુજરાત જાયન્ટસ દબંગ દિલ્હીને આપશે ટક્કર
, ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (12:04 IST)
અમદાવાદ: વીવો પ્રો કબડ્ડી લીગની  સિઝન 7ની પ્રથમ બે મેચમાં અદભૂત પરફોરમન્સ વડે ગતિશીલ વાતાવરણ ઉભુ કર્યા પછી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ આજથી પ્રારંભ કરીને એક પછી એક મેચમાં દબંગ દિલ્હી અને યજમાન યુ મુમ્બાનો સામનો કરશે. અગાઉના બે વિજયમાં પૂર્વ ચેમ્પિયન બેંગલુરૂ બુલ્સને 42-24ના સ્કોરથી અચરજ થાય તેવો પરાજય આપ્યા પછી ગયા શુક્રવારે યુપી યોધ્ધાને 44-19થી કચડી નાખવામાં કોઈ દયા રાખી ન હતી.
webdunia
હેડ કોચ મનપ્રિત સિંઘે જણાવ્યું હતું હતું કે "બુલ્સ સામેનો વિજય ખૂબ જ મહત્વનો હતો કારણ કે એના કારણે અમારી ટીમના આત્મવિશ્વાસના સ્તરમાં વધારો થયો છે. આમ છતાં તે ઘણુ સારૂ રમ્યા હતા. અમારી અપેક્ષા કરતાં પણ વિશેષ."
 
એક પછી એક વિજય હાંસલ થવાને કારણે ખેલાડીઓ ઉપર સહેજ પણ દબાણ હોવાનુ મનપ્રિત સિંહ નકારી કાઢે છે. તે ભારપૂર્વક જણાવે છે કે ખેલાડીઓને સારો આરામ મળ્યો છે અને તે મેદાનમાં ઉતરવા ગરજી રહ્યા છે. સુનિલ કુમારની આગેવાની હેઠળની ટીમ જાયન્ટસ આજે (ગુરૂવારે) દબંગ દિલ્હીનો સામનો કરશે. ગઈ સિઝનમાં બે ટીમ ત્રણ મેચમાં આમને સામને આવી હતી અને બંનેને સરખુ પરિણામ મળ્યું હતું એટલે કે બંનેએ એક-એક મેચ જીતી લીધી હતી અને ત્રીજી મેચ ટાઈમાં પરિણમી હતી. આ વખતે કોઈ કસર રાખ્યા વગર ગુજરાતનુ ટીમ મેનેજમેન્ટ દિલ્હી રેઈડર્સને હરાવવા સજ્જ બન્યુ છે.
 
મનપ્રિત સિંઘે જણાવ્યું હતું હતું કે "દિલ્હી એક સુસમતોલ ટીમ છે. તેમની પાસે સારા રેઈડર્સ છે.  અમે વિડીયો ક્લિપીગ્સનુ વિશ્લેષણ કરીને રહ્યા છીએ અને સારી વ્યૂહરચના બનાવીશું. બીજી તરફ અમારું ડિફેન્સ પણ સારૂ છે. અમારો ઈરાદો તેમના મોખરાના રેઈડર્સને બેંચ ઉપર મુકી વિરોધીઓમાં હાહાકાર મચાવવાનો છે. "ગુજરાત ફોરચ્યુન જાયન્ટસને સતત સફળતાનો યશ તેમના ઑલરાઉન્ડર્સ રોહિત ગુલીયા અને જી.બી. મોરેને આભારી છે. તેમણે સુનિલ કુમારની આગેવાની હેઠળના ડિફેન્સને તો મદદ કરીજ છે પણ સચીન તનવરના ખભા પરનો બોજ પણ હળવો કર્યો છે.
 
મનપ્રિત સિંઘે જણાવ્યું હતું હતું કે "રોહિત ખૂબ સારા ફોર્મમાં છે અને આયોજનનો સુંદર અમલ કરે છે. જી.બી. મોરેએ પણ તેના ઑલરાઉન્ડર તરીકેના લેબલને સાચુ ઠેરવ્યું છે. બે સિઝનથી સચિન રેઈડ પોઈન્ટસની જવાબદારી લઈ રહ્યો છે.  પરંતુ ગુલીયા અને જીબીએ તેની જવાબદારીમાં 50 ટકાનો ઘટાડો કરી દીધો છે. અમે સોનુ જગલનને પણ ભૂલી શકીએ તેમ નથી. તેણે નાની પણ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી છે."
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રેક પર પાણી ભરાઈ જતા વડોદરાથી આવતી જતી 24 ટ્રેનો રદ