Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના સંકટ પર PM મોદીનો સંદેશ - દેશને લોકડાઉનથી બચાવવાનુ છે, સંયમમાં રહેવાની આદત નાખવી પડશે

Webdunia
મંગળવાર, 20 એપ્રિલ 2021 (21:07 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8.45 વાગ્યે દેશને કોરોના પર સંબોધિત કરવા જઈ રહ્યા છે. આ પહેલા તેમણે આજે કોરોના વૈક્સીન નિર્માતાઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે બધાને પોતાની વૈક્સીન ઉત્પાદન ક્ષમતા વધારવાનો આગ્રહ કર્યો. જેથી જલ્દીથી જલ્દી લોકોનુ ટીકાકરણ થઈ શકે. 

 
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં પીએમ મોદીનો આ પહેલીવાર રાષ્ટ્રને નામ સંબોધન થવા જઈ રહ્યુ છે. કોરોનાની પહેલી લહેરમાં તેમણે જ્યારે પહેલીવાર રાષ્ટ્રને સંબોધિત કર્યો હતુ તો જનતા કરફ્યુનુ એલાન કર્યુ હતુ. 
 
પ્રધાનમંત્રીના કાર્યાલય (પીએમઓ)ના એક  નિવેદન મુજબ, પીએમ મોદીએ કહ્યુ કે ભારતની વૈક્સીન ઉદ્યોગની સૌથી મોટી તાકત સામર્થ, સંસાધન અને સેવા બ્ઘાવ છે જે દેશને દુનિયામાં એક વૈક્સીન નેતા બનાવે છે. 
 
प्रधानमंत्री के कार्यालय (पीएमओ) के एक बयान के अनुसार, पीएम मोदी ने कहा कि भारत की वैक्सीन उद्योग की सबसे बड़ी ताकत 'सामर्थ, संसधान और सेवा भाव' है, जो कि देश को दुनिया में एक वैक्सीन नेता बनाते हैं।

09:16 PM, 20th Apr
- આજની પરિસ્થિતિમાં આપણે દેશને લોકડાઉનથી બચાવવું પડશે. હું રાજ્યોને વિનંતી કરુ છુ કે તેઓ છેલ્લા વિકલ્પ તરીકે લોકડાઉનને ધ્યાનમાં રાખે. 
 લોકડાઉન ટાળવા માટે સખત પ્રયત્ન કરવો પડશે. અને માઇક્રો કન્ટેનર ઝોન પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનુ છે.
 
- રાષ્ટ્રને સંબોધનમાં પીએમ મોદીએ તેમના બાળ મિત્રોને અપીલ કરવાની વિનંતી પણ કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે તમે પ્રથમ લહેરમાં લોકોને જાગૃત કરવા માટે કામ કર્યું હતું, તેવુ આ વખતે પણ કરો. .
 
- હું યુવાન સાથીઓને વિનંતી કરું છું કે સોસાયટીમાં, શેરીઓમાં નાની સમિતિઓ બનાવીને, સમાજમાં COVID અનુશાસન બનાવવામાં મદદ કરે. જો આપણે આ કરીશું તો સરકારોને ન તો કન્ટેનર ઝોન બનાવવાની જરૂર પડશે, ન તો કર્ફ્યુ લગાવવાની કે ન તો લોકડાઉન લગાવવાની. 
 

09:06 PM, 20th Apr
-  પહેલાં આપણી પાસે કોરોના સામે લડવાનો ન તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું કે ન તો અનુભવ. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અમારી પાસે પીપીઇ કિટ્સ છે. ત્યાં પ્રયોગશાળાઓનું નેટવર્ક છે. પરીક્ષણ સુવિધાઓ સતત વધારી રહ્યા છે. 
- પીએમ મોદીએ કહ્યું કે રાજ્ય સરકારોને અનુરોધ કરવામાં આવે છે કે કામદારોનો વિશ્વાસ જાળવી રાખો. જો જ્યા રહે એ ત્યા જ રહે. તમે જે પણ છો, ત્યાં જ રહો. આગામી કેટલાક દિવસોમાં, રસી પણ લગાવવામાં આવશે અને કામગીરી ચાલુ રહેશે.
- વેક્સીન અંગે મહત્વનો નિર્ણય લેતા અમે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના દરેકને રસી આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારનો વેક્સીન કાર્યક્રમ પહેલાની જેમ ચાલુ રહેશે. આ મફત રસી પહેલાની જેમ ઉપલબ્ધ રહેશે
- વીતેલા વર્ષમાં જ્યાર દેશમાં થોડાક જ દર્દી સામે આવ્યા હતા તો દેશના વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ પ્રભાવી વૈક્સીન બનાવવી શરૂ કરી દીધુ હતુ.  આજે આપણું ભારત બે વૈક્સીન સાથે રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. ભારતમાં વિશ્વમાં સૌથી ઝડપી રસી ડોઝ આપવામાં આવી છે. આજે આપણે કોરોના સાથેની આ લડાઇમાં પ્રોત્સાહન મળી રહ્યું છે.

08:57 PM, 20th Apr
PM Narendra Modi Speech Live Updates:
 
- વીતેલા દિવસો દરમિયાન જે નિર્ણયો લેવામાં આવ્યા તેનાથી આગામી સમયમાં પરિસ્થિતિમાં સુધારો થશે. ઓક્સિજનની સમસ્યાને પહોંચી વળવા ઝડપી કામ કરવામાં આવી રહ્યુ છે  આ માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને પ્રાઈવેટ પ્લેયર એક થઈને કામ કરી રહ્યા છે.
- આ સંકટથી આપણા ડોક્ટર, મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારી કોરોના દર્દીઓની સેવામાં લાગ્યા છે. 
- કોરોના વિરુદ્ધ આજે દેશ એક મોટી લડાઈ લડી રહ્યુ છે. થોડા સમય સુધી સ્થિતિ કાબુમાં હતી. તમે જે પીડા સહી રહ્યા છો તેનો મને અહેસાસ છે. જેમણે પોતાના સગાને ગુમાવ્યા છે એ બધાને દેશવાસી તરફથી સંવેદના વ્યક્ત કરુ છુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

આગળનો લેખ
Show comments