Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Breaking- ગુજરાતના વધુ પાંચ શહેરને મળશે મ્યુનિસિપલ કોર્પોરેશન.

cm bhupendra
, ગુરુવાર, 29 જૂન 2023 (11:10 IST)
- ગુજરાતના આ શહેરને મળશે મ્યુનિસિપલ કોર્પોરેશન..
નવસારી ગાંધીધામ સુરેન્દ્રનગર વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે.
- બુધવારે મળેલી કેબિનેટ ની બેઠકમાં રાજ્ય સરકારે આપી લીલી ઝંડી..
નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થતાની સાથે જ ગુજરાતમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા 13 થશે.
છેલ્લે 2010માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થઈ હતી, હવે 13 વર્ષ બાદ નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનનો થશે ઉમેરો
 
 
 
ગુજરાતમાં વર્તમાનમાં 8 મોટા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં વધુ 5 શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરી છે. આમ, નવી અસ્તિત્વમાં આવનારી 5 મનપા સાથે રાજ્યમાં કુલ 13 મનપા બનશે. જેમાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી સામેલ છે. અત્યાર આ પાંચેય શહેર નગરપાલિકા ધરાવે છે. તેમને અપગ્રેડ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવાશે.
 
કેબિનેટની બેઠકમાં નિર્ણય
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં રાજ્યના 5 શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરાઈ હતી. જેમાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન ફેરવવાનો નિર્ણય કરાયો હતો. કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે લીલી ઝંડી આપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારેથી અતિભારે વરસાદની આગાહી: 5 જિલ્લામાં આજે એલર્ટ, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે